બાબરા લાઠીના ધારાસભ્યની ગ્રાન્ટ કાપી રાજ્ય સરકારે વિકાસમાં અવરોધ ઉભો કર્યો…!!

બાબરા,

પ્રતિનિધિ :- હિરેન ચૌહાણ

ધારાસભ્યના પગાર કાપવામાં પોતાનું સમર્થન આપી બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે કહ્યું…રાજ્ય સરકારના કલાસ વન અને ટુ કક્ષાના તમામ અધિકારીઓના પગાર પણ નૈતિકતાના ધોરણે કાપવા જોઈએ….

કોરોના વાયરસના કારણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સાંસદો તેમજ ધારાસભ્યને મળતી ગ્રાન્ટ એક વરસ સુધી નહિ આપવામાં આવે તેવું જાહેર કર્યું છે તેમજ સાંસદ અને ધારાસભ્યને મળતા પગારમાં કાપ મુકવામાં આવ્યો છે કોરોના વાયરસની મહામારી સામે સરકાર દ્વારા આ આર્થિક પગલાં લેવામાં આવ્યા છે
ત્યારે લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ધારાસભ્યની ગ્રાન્ટ એક વરસ સુધી બંધ કરવાના રાજ્ય સરકારના નિર્ણયને ગેરવ્યાજબી ગણાવી વિકાસમાં અવરોધ સાબિત થશે કારણ કે એક વરસ સુધી જો ધારાસભ્ય ને મળતી ગ્રાન્ટ નહિ આપવામાં આવે તો દરેક ધારાસભ્ય પોતનાં વિસ્તારમાં વિવિધ વિકાસના કામો કેવી રીતે કરી શકશે ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો કરવામાં ધારાસભ્યની ગ્રાન્ટ તેમજ એટીવીટી અને તાલુકા તેમજ જિલ્લા આયોજનની ગ્રાન્ટ વધુ ઉપયોગી થતી હોય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ બાબતે ફેરવિચારણા કરવી જોઈએ તેવી અંગત લાગણી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે
લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ધારાસભ્યનો પગાર કાપવાનું નક્કી કર્યું છે તેને આવકારું છુ પણ સાથે સાથે રાજ્ય સરકારના વિવિધ વિભાગમાં ફરજ બજાવતા સનદી અધિકારીઓ તેમજ ક્લાસ વન અને ટુ કક્ષાના તમામ અધિકારીઓ નો પણ પગાર કાપવો જોઈએ કારણ કે આઈ.એ.એસ અને આઈ પી.એસ અધિકારીઓ તગડો પગારની સાથે અદ્યતન સુવિધાઓ પણ ભોગવતા હોય છે હાલ કોરોના વાયરસના કારણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને આર્થિક રીતે વધુ ફટકો નો પડે તે માટે રાજ્યના અધિકારીઓએ પણ સામે ચાલી પોતાનો પગાર નૈતિકતાના ધોરણે આપવો જોઈએ તેવી લાગણી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે વ્યક્ત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here