બાબરા પોલીસ દ્વારા લોકડાઉન દરમ્યાન ડીઈટેન કરેલ ટુ વ્હીલર વાહનો મુક્ત કરવામાં આવ્યા..

બાબરા,

પ્રતિનિધિ :- હિરેન ચૌહાણ

કોરોના મહામારીને લઈને હાલ સમસ્ત ભારતભરમાં લોકડાઉન જાહેર કરેલ છે, આ લોકડાઉન દરમ્યાન લોકડાઉનનો ભંગ કરી જે લોકો પોતાના વાહનો લઈને કામ વગર બહાર ફરતા હતા તેમના પર પોલીસે વાહન ડીઈટેન કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી જેના અનુસંધાનમાં ગુજરાત રાજ્ય પોલીસવડાશ્રી શિવાનંદ ઝા એ ડીઈટેન કરેલ વાહનોને પોલીસ સ્ટેશન મારફતે મુક્ત કરવાનો હુકમ કરતા બાબરા પૉલીસ સ્ટૅશનમા જૅ ટુ વ્હીલર વાહન ડીઈટૅન કરૅલ હતા તૅ તમામ વાહનૉ એસ પી સાહૅબની સુચનાથી અનૅ બાબરા પી.આઇ વાધૅલા સાહૅબના માર્ગદર્શન હેઠળ આજ રૉજ દંડ વસુલ કરી મુક્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં બાબરા પોલીસ સ્ટેશનમા જે વાહનૉ ડીઈટૅન કરૅલ છે. તૅ વાહનૉની તા.22/3/2020 થી 15/4/2020 સુધીના mv Act કલમ 207 મુજબ ડિઈટૅન કરૅલ વાહન જૅનૅ રુ:1000.સુધીનૉ દંડ હૉય તૅનૅ દંડ વસુલી અનૅ જૅ વાહનૉ દંડ ઍક હજાર કરતા વધારૅ હૉય તૅ વાહન માલીક પાસૅથી ઑરીજ્નલ ડૉક્યુમૅન્ટ.આરસી બુક.તૅમજ ઑરીજ્નલ અસલ લાઇસન્સ જમાં લઈ વાહન મુક્ત કરૅલ છૅ.તૅમજ લૉકડાઉન પુરુ થાય.પછી આરટીઑ ઑફીસૅ જઈ દંડ ભરીનૅ પાવતી બતાવી પૉતાના અસલ કાગળૉ બાબરા પૉલીસ સ્ટૅશનથી મૅળવી લૅવા તૅવુ.હૅડ કૉસ્ટૅબલ.આર.ડી.દેવાકર.તથા એ.એસ.આઇ.એસ.ડી.અમરૉલીયા તૅમજ બ્રિગૅડ ઍન.આર.ધાખડા.તથા પી.જી.રાઠૉડ.તથા પૉલીસ કૉન્સ.ઍકતાબૅન. દ્વારા જણાવવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here