બાબરા પોલિસનો સપાટો : ખંભાળા અને લાલકા ગામે જાહેરમાં જુગાર રમતા કુલ ૧૮ ઈસમોને ઝડપી પાડ્યા…

બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ

અમરેલી એસ.પી. સાહેબની સુચના પ્રમાણે જીલ્લામાં બિન કાયદેસર રીતે જાહેરમા જુગાર રમતા ઈસમો સામે કાયદેસરના પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે બાબરા પોલિસ દ્વારા સતત પેટ્રોલિંગ કરી જાહેરમાં જુગાર રમતા લોકોને ઝડપી રહ્યા છે. આજે બાબરાના ખંભાળા અને લાલકા ગામે જાહેરમાં જુગાર રમતા ૧૮ જેટલા ઈસમોને ઝડપી પાડ્યા છે.
પ્રથમ બનાવમા બાબરા તાલુકાના ખંભાળા ગામે સીમ બેકડ નામે ઓળખાતી સીમમાં ડુંગરભાઈ કાનાભાઈ ઘોડાની વાડીએ ઓરડીની પાસે ખુલ્લામાં લેમ્પના અંજવાળે જાહેરમાં તીનપટ્ટીનો હારજીતનો જુગાર રમતા
(૧) દિનેશભાઈ ડુંગરભાઈ ધોડા (કોળી) (૨) વિહાભાઈ લઘરાભાઈ રાણીંગા ભરવાડ (૩) પરબતભાઈ દેવશીભાઈ ઝાપડિયા (કોળી) (૪) વિશાલભાઈ ધનજીભાઈ મકવાણા (કોળી) (૫) મેધાભાઈ જીણાભાઈ કાગડ (કોળી) (૬) વિજયભાઈ રાઘવભાઈ મકવાણા (કોળી) (૭) નરેશભાઈ ભુપતભાઈ આહલગામા (કોળી) (૮) હરેશભાઈ રાઘવભાઈ મકવાણા (કોળી) રહે. તમામ ખંભાળા તા.બાબરા વાળા ને ઝડપી પાડેલ હતા.
બીજા બનાવમાં બાબરા તાલુકાના લાલકા ગામે અથમણી સીમ નામે ઓળખાતી સીમમાં કાળુભાઈ કાનાભાઈ બેરાણીની વાડીએ લીંબડા નીચે ખુલ્લામા લેમ્પના અંજવાળે જાહેરમાં તીનપટ્ટીનો હારજીતનો જુગાર રમતા
(૧) ભરતભાઈ કાળુભાઈ બેરાણી કોળી રહે.લાલકા તા.બાબર (૨)વિક્રમભાઈ રાયભાઈ બેરાણી રહે. લાલકા તા.બાબરા (૩)જેસાભાઈ બાલાભાઈ બેરાણી રહે.લાલકા તા.બાબરા (૪)સુનિલભાઈ જાદવભાઈ ઓતરાદી રહે.લાલકા તા.બાબરા (૫) રાહુલભાઈ લાલભાઈ સોમાણી રહે. લાલકા તા.બાબરા (૬) નરેશભાઈ ભુરાભાઈ રંગપરા રહે.ઈતરીયા તા.ગઢડા (૭) વિમલભાઈ ધીરુભાઈ રાઠોડ રહે.લાલકા તા.બાબરા (૮) બાબુભાઈ જાદવભાઈ ઓતરાદી રહે.લાલકા તા.બાબરા (૯) વિજયભાઈ ભનુભાઈ મકવાણા રહે. લાલકા તા.બાબરા (૧૦) કિશનભાઈ ગોંવિંદભાઈ તાવીયા રહે.લાલકા તા.બાબરા તથા પૈસાથી હારજીતનો જુગાર રમતા ગંજીપતા ના પાના નંગ ૫૨ કિ.રૂ.૦૦/- તથા રોકડ રૂ.૧૦,૮૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ હતા.
આ તમામ ઈસમો ને બાબરા પોલિસ સ્ટેશન ખાતે લાવી જાહેરમાં જુગાર રમવા અને જાહેનામા ભંગ કરવાની કલમો લગાવી કાયદેસર ની કાર્યવાહી બાબરા પોલિસે હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here