બાબરા પંથકમાં મોદીજીની અપીલને ધ્યાને લઈ દીપ પ્રગટાવવામાં આવ્યા, સાથે અમુક લોકોએ તેનું ઉલટુ પણ કર્યું.

બાબરા,

પ્રતિનિધિ :- હિરેન ચોહાણ

માત્ર ઘર આંગણે દીપ પ્રગટાવવા ની જગ્યાએ અમુક લોકો દ્રારા ફટાકડા, ઢોલ, અને થાળીઓ વગાડી મોજ માણતા હોય તેવું દેખાય આવું)

કોરોના વાયરસ ના કારણે દેશ માં લોક ડાઉન છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા દેશ ની જનતા ને રવિવારે રાત્રે ૯ વાગ્યે ૯ મિનીટ માટે માટે લાઈટો બંધ રાખી દીપ પ્રાગટય કરવા ની અપીલ કરી હતી. બાબરા પંથકમાં મોટા ભાગ ના લોકોએ આ અપીલ ને માન્ય રાખી માત્ર ઘર આંગણે દીપ પ્રાગટ્ય કરી મોદીજી ના આદેશ નું પાલન કર્યું હતું. ત્યારે બીજી બાજુ અમુક લોકો દ્રારા આ અપીલ ને પોતાની જાણે મોજ બનાવી દીધી હોય તેવી રીતે અગાસીઓ પર જઈ ફટાકડા, ઢોલ નગારા સાથે મોજ કરતા દેખાય આવ્યા હતા. અમુક તો રાસ ગરાબા ના પોગ્રામ હોય તેવી રીતે બૂમો પાડતા જોવા મળ્યા હતા. તો કોઈ થાળી ઓ વગાડતા પણ દેખાય આવ્યા હતા. મોદીજીએ માત્ર દિપ પ્રાગટ્ય કરવા ની અપીલ કરી હતી તો આ લોકો એ જાણે કોરોના વાયરસ નાબુત થય ગયો હોય તેવી રીતે ઉત્સવ મનાવવા લાગ્યા હતા. આ નજારો દિવાળી જેવો બનાવી દિધો હતો. જાણે કોઈ ઉત્સવ હોય તેવો માહોલ બાબરા પંથકમાં થય જવા પામ્યો હતો. ત્યારે બાબરા તાલુકાના ચમારડી,ચરખા,કરિયાણા, અમરાપરા,વગેરે ગામના સમજદાર લોકો દ્રારા પોતાના આંગણા માં માત્ર દીપ પ્રાગટ્ય, મિણબતી જેવી પ્રકાશીત વસ્તુઓ થી રોસની કરવા માં આવી હતી. અને પોતાના ઘરો ની લાઈટો ૯ મિનીટ માટે બંધ રાખવા મા આવી હતી. આગાઉ પણ મોદીજી એ અપીલ કરી હતી કે, પોતાના ઘરે થી થાળી,સંખ વગાડી દેશ ના ડોક્ટરો, પોલિસ જવાનો, મિડીયા, તેમજ સફાઈ કામદારો નો આભાર માનવા નું કહ્યું હતું ત્યારે પણ લોકો દ્રારા ખોટી રીતે રાસ ગરબા ડીજે જેવા ઉપકરણો પર નાસતા જોવા માળ્યા હતા. અને મોદીજી ની અપીલ ને પોતાની મોજ બનાવી દીધી હતી. ત્યારે આ વખતે પણ માત્ર દિપ પ્રાગટ્ય કરવા નું કહ્યું હતું પણ અમુક લોકો દ્રારા ઢોલ, નગારા, ફટાકડા ફોડી જાણે કોરોના નો નાસ થય ગયો હોય અને ઉત્સવ મનાવતા હોય તેવી રીતે મોજ માણતા દેખાય આવ્યા હતા. ત્યારે જાહેર જનતા ને અપીલ છે કે આ દિપ પ્રાગટ્ય નું કારણ એ હતું કે આપણે સહું ઘર મા રહેશે પણ એકલા નથી આપણી એકતા ના દર્શન કરાવવા માટે જ આ દિપ પ્રાગટ્ય કરવા નું હતું. આપણે સહું સાથે મળી આ કોરોના ની લડત લડીએ છી ના કે મોજ મસ્તી કરવા નું કહ્યું હતું. હજુ પણ દેશ મા કોરોના ના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે આપણે આવી ર્મુખાય નથી કરવા ની તે વાત ધ્યાને લેવા ની ખુબજ જરુર છે. આવી રીતે ઢોલ નગારા વગાડવા થી આ વાયરસ ભાગી નથી જવા નો પણ સરકાર ની અપીલ ને ધ્યાને લઈ ઘરો મા રહેવા થી આ કોરોના સામે લડત આપણે જીતી શું. અંત મા જે લોકો દ્રારા મોદીજી ની અપીલ નું પાલન કરીયું હતું તે સહું નો અમારી ન્યુંજ ટીમ વતી આભાર વેક્ત કરીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here