બાબરા પંથકમાં ઈંટ ઉત્પાદનના પ્રમુખ દ્રારા ગ્રામ્ય વિસ્તારોમાં ઈંટ ભઠ્ઠાઓ ચાલુ કરવાની પરમિટ આપવા કલેક્ટરને રજુઆત કરી..

બાબરા,

પ્રતિનિધિ :- હિરેન ચૌહાણ

બાબરાના ઈંટ ઉત્પાદનના પ્રમુખશ્રી વિનુભાઈ પ્રજાપતિએ કરી રજુઆત

બાબરામા ઈંટો નું ઉત્પાદન કરતા ભઠ્ઠાઓ બંધ છે અને હાલ ચોમાસું નજીક આવતું હોવાથી અને ઈંટો ધુડની હોવાથી તે ઈંટોને ભઠ્ઠામાં ખડકવા માટે ઈંટ ઉત્પાદનના પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિએ કલેક્ટરશ્રી ને પત્ર લખી ઈટોના ભઠ્ઠાઓને ચાલુ રાખવા રજુઆત કરી છે.
પત્ર માં જણાવેલ હતું કે, તા.૨૨ થી ગામ્ય વિસ્તારોમાં ઈંટોના ભઠ્ઠાઓને શરુ કરવાની સરકારશ્રી દ્રારા જાહેરતા કરાયેલ છે. અમોને આ પરવાનગી મેળવવી આવશ્યક છે. ત્યારે આપ સાહેબશ્રીને અરજ છે કે અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા ઈંટ ભઠ્ઠાઓને શરુ કરવા માટે એક સંયુક્ત ઓર્ડર કરવામાં આવે કારણ કે, આ ધંધા રોજગારની સિઝન છે માટે ચોમાસુ ટુંક સમયમાં શરુ થવાનું હોય તેથી અમારા માલમાં ખુબજ નુકસાની પડી શકે છે તો ઈંટોના ભઠ્ઠાઓને શરુ કરાવવાનો હુકમ કરવા,તેમજ અમારો કાચો માલ ભઠ્ઠામાં નાખવા માટે પરવાનગી આપશો. અંતમાં પત્રમાં ઉલ્લેખ કરેલ છે કે, અમો લોકડાઉનનાં નિયમોનું પુર્ણ રીતે પાલન કરવા બંધાયેલ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here