બાબરા પંથકની આશા વર્કર બહેનોને ઘરવખરીની કિટ વિતરણ કરતા ડો.ભરતભાઈ કાનાબાર

બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ

પી.પી.સોજીંત્રા, વાલજીભાઈ ખોખરીયા, નિતીનભાઈ રાઠોડ, મુકેશભાઈ ખોખરીયા તેમજ પ્રાથમિક આરોગ્ય ખાતાનો સ્ટાફ હાજર રહ્યા હતા..

પ્રવર્તમાન સમયે દેશ અને દુનિયામાં કોરોના વાયરસનો કાળો કહેર પ્રસરાય રહ્યો છે જેના કારણે સરકાર દ્વારા લોકડાઉનને ત્રીજા ચરણનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ લોકડાઉન કારણે દરેક કામ ધંધા અને રોજગારના માધ્યમો બંધ રહેવાથી મધ્યમ વર્ગને ખુબજ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને જેમના પગાર ઓછા છે તેઓ માટે પોતાના ઘરનું રસોડું ચલાવવું મુસીબત બન્યું બની ગયું છે. ત્યારે અમરેલીના સેવાભાવી આગેવાન અને તબીબી ક્ષેત્રે મોટુ નામ ધરાવતા જીલ્લાના ભાજપાના આગેવાન ડો. ભરતભાઈ કાનાબાર અને અમરેલી માર્કેટ યાર્ડના ચેરમેન પી.પી.સોજીત્રા દ્વારા એક સારી પહેલ કરવામાં આવેલ હતી. તેઓ દ્વારા જીલ્લાની આશા વર્કર બહેનોને ધ્યાને લઈ તેઓને ઘર વખરીની કિટોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કારણ કે આશા વર્કર બહેનોનો પગાર પણ ખુબજ ઓછો હોય છે અને કામગીરી વધારે હોય છે. આ મહામારીના સમયમા ઘર-ઘરે ફરીને પોતાની ફરજ પુરી કરતી આશા વર્કર બહેનો ખુબજ તકલીફમાં છે તેવું ડો. કાનાબારને જણાતા તેઓએ પી.પી.સોજીત્રા સાથે મળી તમામ આરોગ્ય ખાતામાં જઈ આશા વર્કર બહેનોને બોલાવી તેમને ઘર વખરીની વસ્તુંઓ આપવામાં આવી હતી.
જેને અનુરૂપ આજ રોજ બાબર તાલુકામાં આશા વર્કર તરીકે ફરજ બજાવતી બહેનોને ઘર વખરીની કીટોનું વિતરણ કરવામાં આવેલ હતું. જેમાં ચમારડી, મોટા દેવળીયા, કોટડાપીઠા, બાબરા સહિતના આરોગ્ય ખાતામાં આશા વર્કરની કામગીરી કરતી તમામ બહેનોને બોલાવીને કિટ આપવામાં આવેલ હતી.
આ યાદગાર દ્સમ્યે ડો.ભરતભાઈ કાનાબાર, પી.પી.સોજીંત્રા, બાબરા પુર્વ ધારાસભ્ય વાલજીભાઈ ખોખરીયા, તાલુકા ભાજપના પ્રમુખ નિતિનભાઈ રોઠોડ, બાબરા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ ખોખરીયા, જયશભાઈ ટાંક, જીલ્લા ભાજપના પુર્વ પ્રમુખ વિપુલભાઈ કાસેલા, ચમારડી આરોગ્ય ખાતાનો સ્ટાફ, આશા વર્કરની બહેનો, મિડીયાના મિત્રો સહિત આગેવાનો સોશિયલ ડિસ્ટન્સ જાળવી હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here