બાબરા પંથકના વધુ ૬ ગ્રામ્ય વિસ્તારોનો તાગ મેળવતી બાબરા ન્યુઝ ટીમ…ગ્રામ્ય વિસ્તારમાં લોકડાઉનની પરિભાષા શું છે…!!?

બાબરા,

પ્રતિનિધિ :- હિરેન ચૌહાણ

લોકડાઉન દરમ્યાન ગ્રામ્ય વિસ્તારોમાં ફરી કવરેજ કરતી બાબરા તાલુકાની ન્યુઝ ટીમ

લોકડાઉન દરમ્યાન સતત કવરેજ કરતી અને બાબરા તાલુકાના તમામ ગામોમાં જઈ પરિસ્થિતિ જાણી લોકો દ્વારા લોકડાઉનનું કેવું પાલન થય રહ્યું છે. તે સાથે છેવાડાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઇ લોકોને સાચી માહીતી આપવા માટે બાબરા તાલુકાની ન્યુઝ ટીમ સતત ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉનની માહીતી મેળવી તંત્ર સુધી પોહચાડે છે. લોકડાઉનના પહેલા દિવસથી આજ સુધી સતત ગ્રામ્ય વિસ્તારોમાં જઈ ન્યુઝ ટીમ દ્રારા ગામોના સરપંચો સહિત આગેવાનો સાથે મુલાકાત કરી માહીતી મેળવી રહી છે. સાથે જ્યા લોકડાઉનનું યોગ્ય અમલ ન થતું હોય ત્યા ગામના સરપંચોનું ધ્યાન દોરવામાં આવે છે. અને ગામ લોકોને સમજાવી ઘરમાં રહેવાની સલાહ આપવા સરપંચોને ભણામણ કરવામાં આવે છે.
ન્યુઝ ટીમના સભ્ય રાહુલ ડી. પરમાર, હિરેનભાઈ ચૌહાણ, આદિલખાન પઠાણ, હરેશભાઈ ડી. પરમાર, અને હાર્દિકભાઈ તળાવીયા દ્વારા આજરોજ તાલુકાના વધુ ૬ ગામોની મુલાકાત લેવામાં આવી હતી. જેમા બળેલ પિપળીયા, કોટડા ખીજડીયા, ફુલજર, લોન કોટડા, મોટા દેવળીયા, અને ધરાઈ ગામનો સમાવેશ કરેલ છે. અહી અમારી ટીમ દ્વારા ગામના સરપંચો, ઉપ સરપંચો, સભ્ય સહિત આગેવાનો સાથે વાતચીત કરી ગામોમાં લોકડાઉનનું કેવું પાલન થાય છે તે માહીતી મેળવેલ હતી. મળેલ માહીતી મુજબ તમામ ગામોમાં લોકડાઉનનું સારી રીતે પાલન થઈ રહ્યું છે તેમા ગ્રામ્ય વિસ્તારોમાં તમામ જગ્યાએ કોરોના મુક્ત દવાઓનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. જ્યા લોકડાઉનનું પાલન પુરેપુરુ થતુ ના જણાય તો ત્યાના સરપંચશ્રીનું ધ્યાન દોરી યોગ્ય પાલન કરાવવા ભણામણ કરવામાં આવેલ હતી.
અમારી ન્યુઝ ટીમ દ્વારા તાલુકાના છેવાડાના ગામો સુધી જઈ કવરેજ કરવામાં આવી રહ્યું છે. સાથે ગ્રામ્ય વિસ્તારોના લોકોને ટીમ દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે કે, કામ વગર ઘરની બહાર જવાનું ટાળો અને જો જરુરી કામકાજ માટે બહાર જવાનું હોય તો મોઢા પર માસ્ક ફરજીયાત પહેરો. સાથે ઘરના નાના બાળકોને તેમજ ઘરના વડીલોને ઘરની બહાર ન જવા દેવા. ટીમ દ્વારા બાબરા તાલુકાની તમામ અપડેટ લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here