બાબરા પંથકનાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનાં કહેરને નાથવા લોકડાઉનની ચુસ્તપણે અમલવારી…..

બાબરા,

પ્રતિનિધિ :- હિરેન ચૌહાણ

પોલિસ જવાનો સતત પેટ્રોલિંગ કરી લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી રહ્યા છે

સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસનો હાહાકાર છે ત્યારે ભારતમાં પણ હાલ કોરોના વાઈરસના મોટા પ્રમાણમા કેસો નોંધાય રહ્યા છે. ભારત સરકાર દ્રારા હાલ સમગ્ર ભારતમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં સૌથી વધારે કેસો અમદાવાદ ખાતે નોંધાયા છે. અને ગુજરાતના મોટા ભાગના જીલ્લાઓ કોરોનાની ઝપેટમા આવી ચુક્યા છે. પણ અમુક જીલ્લાઓમાં હજુ સુધી એક પણ પોઝીટીવ કેસ નોંધાયા નથી ત્યારે આગળ પણ કોઈ કેસ ના આવે તે માટે જે જીલ્લાઓમાં કેસ નથી આવ્યા તે જીલ્લાઓમાં કડક પણે લોકડાઉનનું પાલન તંત્ર કરાવી રહ્યું છે.
અમરેલી જીલ્લાની વાત કરીએ તો અહીં હાલમાં કોઈ કેસ નથી પણ અમુક શંકાસ્પદ કેસોની તપાસ થઈ રહ્યી છે. હજુ સુધી અહી એક પણ કેસ પોઝીટીવ નથી આવેલ માટે જીલ્લા મેજીસ્ટ્રેટ આયુષઓક અને પોલિસ અધિક્ષક નિર્લિપ્ત રાય દ્રારા જીલ્લામાં એક પણ કેસ પોઝીટીવ ના આવે તે માટે લોકડાઉનનું કડકમાં કડક અમલ કરાવવા માટે જીલ્લાના તંત્રને આદેશ આપેલ છે.
ત્યારે બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અમારી ન્યુંજ ટીમ દ્રારા સતત માહિતી એકઠી કરવામાં આવી રહેલ છે. ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત કરી ત્યારે જાણવા મળેલ છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં ખુબ સારી રીતે લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે.
અમારી ટીમ દ્રારા બાબરા તાલુકાના ઈસાપર, ત્રંબોડા, ગમાપિપળીયા, વલારડી, પીર ખીજડીયા,અમર વાલપુર, કુંવરગઢ, અને ચરખા ગામની આજ રોજ મુલાકાત કરી હતી. ત્યાંનાં સરપંચો, ઉપ સરપંચો, સભ્યશ્રીઓ સહિત આગેવાનો સાથે વાતચીત કરીને કેવી રીતે ગામમાં લોકડાઉનનું પાલન થય રહ્યું છે તે માહિતી લીધી હતી. ત્યારે જાણવા મળેલ હતું કે શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉનનું સારૂ પાલન થય રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં પોલિસ દ્રારા સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે. અને જો કોઈ લોકડાઉન દરમ્યાન કામ વગર આટાફેરા મારતા દેખાય તો તેમના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. દરેક ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના મુક્ત દવાઓનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. તેમજ જીલ્લા બહારના કોઈ માણસને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવેશ આપવામાં આવતો નથી અમુક ગામોમાં પંચાયત દ્રારા માસ પહેરવું પણ ફરજીયાત કરેલ છે. જો કોઈ માસ વગર બહાર નિકળે તો રુ.૧૦૦/૫૦૦ નો દંડ લેવામા આવે છે. જો કોઈને શરદી, ઉધરસ, તાવ જેવા લક્ષણો દેખાય આવે તો તરતજ આરોગ્ય ખાતાને જાણ કરવામાં આવે છે. આ રીતે બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારના લોકો દ્રારા પોલિસ જવાનો, આરોગ્ય ખાતા ની ટીમ, મિડીયા કર્મીઓ સહિત તમામનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here