બાબરા ન્યુઝ ટીમ દ્વારા વધુ ૫ ગામોની મુલાકાત લેવાઈ , ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉનનું અમલ કે પછી ઉલંઘન….!!?

બાબરા,

પ્રતિનિધિ :- હિરેન ચૌહાણ

ન્યુઝ ટીમ દ્વારા ઇંગોરાળા, ભિલડી, ભિલા, લુણકી અને હાથીગઢ ગામની મુલાકાત કરવામાં આવી….

સમગ્ર દેશમાં હાલ કોરોના વાયરસના કારણે લોકડાઉન છે ત્યારે ગુજરાતમાં પણ કોરોના નો કાળો કહેર છવાઈ રહ્યો છે. અને દિવસેને દિવસે કોરાનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તંત્ર દ્વારા પણ લોકોને ઘરોમાં જ રહેવા અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે અમરેલી જીલ્લાના બાબરા તાલુકાની ન્યુઝ ટીમ રાહુલ ડી. પરમાર, હિરેનભાઈ ચૌહાણા, આદિલખાન પઠાણ, હરેશભાઈ ડી. પરમાર અને હાર્દિક ભાઈ તળાવીયા દ્વારા સતત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત કરવામાં આવી રહી છે. અને લોકડાઉનનું કેવું પાલન થય રહ્યું છે તેની માહીતી મેળવવામાં આવી રહી છે.
આજ રોજ અમારી ટીમ દ્વારા બાબરા તાલુકાના વધુ પાંચ ગામોની મુલાકાત કરવામાં આવેલ હતી. જેમાં ઇંગોરાળા, ભિલડી, ભિલા, લુણકી અને હાથીગઢનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહિ સ્થાનિક સરપંચો, ઉપ સરપંચો સહિત આગેવાનો સાથે મુલાકાત કરી ગામમાં લોકડાઉનનું કેવું પાલન થાય છે તેની માહીતી મેળવી હતી. જ્યારે આ ગ્રામ્ય વિસ્તારોમાં અમારી ટીમ કવરેજ કરવા પહોંચી ત્યારે આ તમામ ગામોમાં ખુબ જ સારી રીતે લોકડાઉનનું પાલન થતું જોવા મળ્યું હતું. સ્થાનિક લોકો કોઈ કામ વગર ઘરની બહાર નીકળતા નથી અને સરપંચો દ્વારા ગામ લોકોને અગાઉથી જ જાણ કરવામાં આવેલી છે કે, જો કોઈ કામ વગર ઘરની બહાર નીકળશે તો તેની વિરૂધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ તમામ ગામોમાં ખુબ સારી રીતે લોકડાઉન નું પાલન થય રહ્યું છે. અને લોકો પણ ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. આ તમામ ગ્રામ્ય લોકો તથા આગેવાનોએ અમારી ટીમ નો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here