બાબરા નજીક અકસ્માતમાં મૃતક પાસેથી મળી આવેલ ચીજ વસ્તુઓ તેમના પરિવારને પરત કરતી ૧૦૮ ની ટીમ…

બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ

પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂં પાડતા ૧૦૮ ના સ્ટાફ

બાબરાના ચમારડી રોડ પર મેલડી માતાજીના મંદિર પાસે બાઈક ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક આધેડનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. મોટી કુંડળ ગામના ૫૧ વર્ષીય આધેડ જ્યંતિભાઈ ગજેરા બાઈક લઈને ચમારડીથી બાબરા તરફ જઈ રહ્યા હતા. ત્યારે મેલડી માતાજીના મંદિર પાસે પહોંચતા ટેમ્પો બાઈક ધડાકાભેદ અથડાતા જ્યંતિભાઈનું ગંભીર ઈજાના કારણે મોત નિપજ્યું હતું.
ઘટના સ્થળે દોડી ગયેલ ૧૦૮ ટીમ મૃતક પાસેથી મળી આવેલ રોકડ રૂ.૯૮.૫૦૦ તથા મોબાઈલ, આધાર કાર્ડ , જેવા જરુરી ડોક્યુમેન્ટ્સ મૃતકના પરીવારને પરત કરી પ્રમાણિકતા નું ઉદાહરણ પુરૂં પાડ્યું હતું. અકસ્માત આ બનાવમાં આધેડના મોતથી પરીવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here