બાબરા તાલુકાનું ભિલડી ગામ છેલ્લા કેટલાય સમયથી મહી પાણીના વિતરણથી વંચિત…..

બાબરા,

પ્રતિનિધિ :- હિરેન ચૌહાણ

ગામના જાગૃત સરપંચ દ્વારા અનેક વખતે રજૂઆત કરવામાં આવેલ છે તેમછતાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારે યોગ્ય પગલા નથી લેવાતા….

હાલમાં સમગ્ર દેશ કોરોના વાયરસની માહામારીમાં જઝુમી રહ્યો છે. તો બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળાના લીધે પાણીની ખુબજ તકલીફ ઉભી થય છે.
અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના ભિલડી ગામે લાંબા સમયથી માહી પાણીનું વિતરણ કરવામાં આવેલ નથી ત્યારે ગામના જાગૃત સરપંચ હરેશભાઈ દ્વારા પાણી પુરવઠાને અનેક વખતે રજૂઆત કરવામાં આવી છે. તેમછતા આજ દિન સુધી કોઈ પણ પ્રકારે યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી તેમજ ભિલડી ગામના લોકો દ્વારા તંત્રને અપીલ કરવામાં આવેલ છે કે આ કોરોનાની મહામારી જેવા કપરા સમયમાં ભિલડી ગામમાં પાણીની મોટામાં મોટી તકલીફ થઈ રહી છે. અને ઢોર-ઢાંકર માટે તેમજ ઘર વપરાસ માટે પણીની ખુબજ તકલીફ થઈ રહી છે. માટે વહેલી તકે આ સમસ્યામાંથી ગામને ઉગારવા માટે તંત્રને અપીલ છે. વધુમાં ગામના સરપંચ શ્રી હરેશભાઈએ જણાવ્યું છે કે, અગાઉ પણ અનેક વાર તંત્રને આ પાણીની તકલીફ બાબતે લેખિત અને મોખિક રજૂઆત કરવામાં આવેલી છે પણ આજ સુધી કોઈ યોગ્ય પગલા લેવામાં નથી આવ્યા જો આ બાબતે તંત્ર વહેલી તકે યોગ્ય પગલા નહી ભરે તો ઉગ્ર રજૂઆત કરવામાં આવશે જો તેનાથી પણ સમસ્યા હલ નહી થાય તો ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરવાનો વારો આવશે તો પણ અમો પાછા નહી પડીએ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here