બાબરા તાલુકાના ૧૩ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત….જુવો…લોકડાઉનનું કેવું પાલન થઈ રહ્યું છે…!!

બાબરા,

પ્રતિનિધિ :- હિરેન ચૌહાણ

ન્યુઝ ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારોનાં સરપંચો, ઉપ સરપંચો, સહિત આગેવાનો પાસેથી લોકડાઉનની માહિતી મેળવી….

સમગ્ર વિશ્વ સહીત ભારત દેશમાં અને ભારત સહીત ગુજરાત રાજ્યમાં જ્યારે કોરોનાના કાળા કહેરનાં ઓછાયા ઘાટા બની રહ્યા છે ત્યારે દિન પ્રતિદિન કોરોનાના કેસોમા વધારો થઈ રહ્યો છે. જેના કારણે સમગ્ર ગુજરાતમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન થય રહ્યું છે. સાથે સરકારશ્રી દ્વારા દરેક નાગરિકને ઘરમા રહેવાની અપીલ પણ કરવામાં આવી રહી છે. જેને અનુરૂપ અમરેલી જીલ્લામાં હાલ એક પણ કોરોનાનો પોઝીટીવ કેસ નથી તે માટે સતત તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને લોકડાઉનનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે.
ત્યારે બાબરા તાલુકાની અમારી ન્યુઝ ટીમના સભ્યો રાહુલભાઈ ડી. પરમાર, હિરેનભાઈ ચૌહાણ, આદિલખાન પઠાણ, હરેશભાઈ ડી. પરમાર અને હાર્દિકભાઈ તળાવીયા દ્વારા સતત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કવરેજ કરવામાં આવી રહ્યું છે. અને તાલુકાના છેવાડાના ગામોમાંથી માહિતી મેળવવામા આવી રહી છે. લોકડાઉનનું ગ્રામ્ય વિસ્તારોમાં કેવું પાલન થય રહ્યું છે તેની માહીતી સરપંચો, ઉપ સરપંચો, સભ્યો અને ગામોના આગેવાનો પાસેથી મેળવવામાં આવે છે. આજ રોજ અમારી ટીમ દ્રારા બાબરાના જીવાપર, વાવડી, ધુંધરાળા, મિયા ખિજડીયા, ઉંટવડ, નવાણીયા, કરણુકી, પાનસડા, ગરણી, થોરખાણ, રાણપરા, અને નડાળા ગામોની મુલાકાત કરી હતી અને ત્યાંના સરપંચો તથા ઉપ સરપંચો સાથે વાતચીત કરી લોકડાઉનનું કેવી રીતે પાલન થાય છે તેની માહીતી મેળવી હતી. તાલુકાના તમામ ગામોમાં હાલ લોકડાઉનનું ખુબ સારી રીતે પાલન થય રહ્યું છે. તેમજ અમુક ગ્રામ્ય વિસ્તારમાં અમુક લોકો કામ વગર આંટાફેરા મારતા પણ દેખાય આવેલ હતા. પણ મોટા ભાગના ગામોમાં સારી રીતે લોક ડાઉનનું પાલન થતું હોય એવું જણાય આવેલ છે.
ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચો દ્વારા ઓટલા,બાકડા પર કાંટાળા ઝાડ તેમજ કાળું ઓઈલ નાંખી દેવામાં આવ્યું છે જેથી કોઈ માણસો કામ વગર ભેગા થઈ બેસે નહી. તેમજ અમરેલી જીલ્લા બહારના લોકોને ગામોમા પ્રવેશ નથી આપવામાં આવતો.
બાબરા તાલુકાની સમગ્ર માહિતી એકઠી કરવા માટે અમારી ન્યુઝ ટીમ સતત ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત કરી રહી છે તેમજ ગ્રામ્ય વિસ્તારોનાં લોકો સાથે વાતચીત કરી માહીતી મેળવી રહી છે. તેમજ જ્યા લોકડાઉનનું પાલન નથી થતું તે બાબતે તંત્રનું ધ્યાન દોરવાની કોષિશ કરી રહ્યી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here