બાબરા તાલુકાના રાણપર પાસેનાં ચૈતન્ય હનુમાનજી આશ્રમમાં ખોપડી-હાડકાઓ સળગેલ હાલતમાં મળતા રહસ્ય સર્જાયો…

બાબરા,

પ્રતિનિધિ :- હિરેન ચૌહાણ

બાબરા નજીક રાણપર ગામથી ત્રણ કિમી દુર ગરણી રોડ આવેલ ચૈતન્ય હનુમાનજીના આશ્રમે ઘુણાવળી મકાનની અંદર સળગાવેલ રાખમાં ખોપડી તથા હાડકાઓ સળગેલ હાલતમાં હતા જે અંગે બાબરા પોલીસ મથકમાં સામાજીક કાર્યકર રાણપર ગામના પરેશભાઇ લક્ષ્મણભાઇ સોલંકીએ બાબરા પોલીસને જાણ કરતા જે માનવ લાશના છે કે કેમ?  તે કહી શકાય તેમન હોય આ અંગે બનાવી તપાસ પી એસ આઇ પી.લી. પંડ્યાએ વધુ તપાસ હાથ ધરી છે. રાત્રીના સમય હોવાથી બનાવ વાળી જગ્યાએ આજે દિવસના એફએસએલ ડોગ તથા ફિંગર એકસપર્ટની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે બાદમાં રિપોર્ટ આવ્યા બાદ જ સાચુ કારણ જાણી શકાશે. આ મંદિરમાં છેલ્લા પાંચ વર્ષથી એક સાધુ અને સાધ્વી રહેતા હતા. હાલ બંનેમાંથી કોઇ હાજર નથી. સળગાવેલું કંકાલ કોનું છે તે અંગે રહસ્ય ઘૂંટાતું જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here