બાબરા તાલુકાના મીયાખીજડીયાની સીમમાં એકી સાથે સંખ્યા બંધ નીલગાયનાં મૃતદેહ મળી આવતા ચકચાર..

બાબરા,(અમરેલી)

પ્રતિનિધિ :- હિરેન ચૌહાણ

કોઈએ મોતને ઘાટ ઉતાર્યા કે કુદરતી રીતે મૃત્યું પામ્યા તેની શંકા..!!?

બાબરા તાલુકાના મીયા ખીજડીયા ગામની સીમમાંથી એકી સાથે સંખ્યા બંધ નીલગાયનાં મૃતદેહ મળી આવતાં જીવદયા પ્રેમીઓમાં અરેરાટીનો માહોલ જોવા મળી રહ્યો છે.
એક તરફ કોરોનાનો પ્રકોપ અને બીજી બાજુ તૈયાર પાકને વેચવાની આપદા..!! આવા સમયે ગામની સીમમાં નીલગાયનો વસવાટ હોવાથી ખેડુતો પણ પરેશાન થઈ ચૂક્યા છે. કારણ કે નીલગાયો અનેક વખતે ખેડુતના પાકને ખુબજ માત્રામાં નુકશાન પહોંચાડતી હતી તેવા સમયે એકી સાથે સંખ્યા બંધ નિલગાયના મૃતદેહ મળી આવતા વન વિભાગે મૃતદેહનો કબ્જો મેળવીને નીલગાયનાં કુદરતી મોત થયા છે તે કૃત્રિમ રીતે મોત થયા છે તેને લઈને તપાસ વેગવંતી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here