બાબરા તાલુકાના ભિલડી ગામ પાસે બાવળ ધરાસાય થતા બાબરા-અમરેલી રોડ બંધ….

બાબરા,

પ્રતિનિધિ :- હિરેન ચૌહાણ

ભારે પવનના કારણે મહાકાય બાવળ ધરાસાય થતા રોડ બંધ થયો

હાલ સમગ્ર વિશ્વ કોરોના મહામારીથી પીડાઈ રહ્યું છે, માનવ જીવન ત્રસ્ત થઇ માત્રને માત્ર ઈશ્વરનાં સહારે બેઠું છે એવામાં વિધિનો વિધાન લખનારો વિધાતો શું ઇસારો કરી રહ્યો છે એ સમજાતું નથી…!! આજે ભારત સહીત સમસ્ત દુનિયામાં કોરોનો પ્રકોપ દિનપ્રતિદિન વધી રહ્યો છે જેના કારણે લોકો હેરાન પરેશાન થઇ ગયા છે અને હાલ અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એકા એક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના કારણે ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. તો બીજી બાજુ બાબરા- અમરેલી રોડ પર આવેલ ભિલડી ગામ પાસે એક મહાકાય બાવળ રોડ પર ધરાસાય થતા બાબરા – અમરેલી રોડ બંધ થયો છે. અને રોડ પર ટ્રાફિક જામ થય જવા પામ્યો હતો.
બાબરા ના ગ્રામ્ય વિસ્તારોમાં બપોરે ૨ વાગ્યા ના આસપાસ વાતાવરણ માં એકા એક પલટો આવ્યો હતો. તેમજ ગ્રામ્ય વિસ્તારો માં વરસાદી ઝાપટા પડ્યા હતા. અને ભારે પવન ના કારણે રૂક્ષો પણ ધરાસાય થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here