બાબરા તાલુકાના નીલવડા ગામે પતિએ પત્નીની હત્યા કરી ઝેરી દવા ગટગટાવી…

બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ

ઘર કંકાસને લઈને મહિલાની હત્યા કરાઈ હોવાનો પ્રાથમિક અનુમાન, હત્યારો પતિ કાયમી દારૂ પીવાની ટેવે બંધાયલો હોવાની ચર્ચા

બાબરા તાલુકાના નીલવડા ગામે શિમ વિસ્તારમા વસવાટ કરતા કોળી પરિવારના આધેડે ગૃહ કંકાસના કારણે પોતાની પત્નીના માથાના ભાગે કોદાળીના ઘા મારી હત્યા કરી અને પોતે પણ ઝેરી દવા પીધાના બાબરા પોલિસમાં ખબર મળતા પી.એસ.આઈ. ગોસાઈ સહિત સ્ટાફ ઘટના સ્થેળે જવા દોડી ગયાનું જાણવા મળેલ છે.
મળતી વિગત મુજબ નીલવડા ગામે જીવાપરના સીમાડા વિસ્તારમાં ખેતીની જમીન ધરાવતા નામે ઘુઘાભાઈ વેલાભાઈ સાકરીયા ઉ.વ.52 દ્વારા પોતાની પત્ની વીંટુંબેન ઉ.વ.50 ને કોદાળીના ઘા માથાના ભાગે મારી અને હત્યા કરવામાં આવ્યા બાદ પોતે પણ ઝેરી દવા પીધાના સમાચાર ગ્રામ્ય સુત્રોમાં થી મળી રહ્યા છે. મૃતક મહિલાનો હત્યારો પતી કાયમી દારૂ પીવાની ટેવ વાળો હોવાનું અને અવાર નવાર ગૃહ કંકાસ થતો હોવાની ચર્ચા વચ્ચે આજે રાત્રે ૯ વાગ્યા આજુ બાજુ પતી-પત્ની વચ્ચેના ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પતી દ્વારા કોદાળીના ઘા પત્નીને મારી દેતા મહિલા શિમ વિસ્તારમાં મોતને ભેટી હતી. બનાવ અંગે જાણકારી મળતા પોલિસ સહિત ૧૦૮ ટીમનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. પોલિસ ઈન્સ. ગોસાઈના જણાવ્યા અનુસાર કુટુંબી સહિત પુછપરછ બાદ હત્યા અંગે સત્ય હક્કીત ઉપરથી પડદો ઉચકશે હાલ ગૃહ કંકાસના કારણે હત્યા કરી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here