બાબરા તાલુકાના નાની કુંડળ ગામે જુગાર રમતા ૯ પત્તાપ્રેમીઓ રૂ. ૨૧૩૭૦ ના મુદામાલ સાથે ઝડપાયા…

બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ

બાતમીના આધારે પોલીસે રેડ કરી જુગાર રમત સકુનીયોના રંગમાં ભંગ પાડ્યો

બાબરા તાલુકાના નાની કુંડળ ગામે વાડી વિસ્તારમાં જુગાર રમતા ૯ જેટલા ઈસમો ને રૂ.૨૧૩૭૦ ના મુદામાલ સાથે બાબરા પોલિસ દ્વારા ઝડપી પાડ્યા.
બાબરાના નાની કુંડળ ગામે જાહેરમાં જુગાર રમતા શીવાભાઈ વિઠ્ઠલભાઈ જમોડ રહે. નાની કુંડળ તા.બાબરા, રામજીભાઈ નારણભાઈ રાઠોડ રહે. નાની કુંડળ તા.બાબરા, અરવિંદભાઈ વેલજીભાઈ કટારીયા રહે.નાની કુંડળ તા.બાબરા, પ્રવિણભાઈ વેલજીભાઈ રાઠોડ રહે. નાની કુંડળ તા.બાબરા, વનરાજભાઈ વાલાભાઈ રાઠોડ રહે.નાની કુંડળ તા.બાબરા, દિલીપભાઈ માવજીભાઈ ભાલિયા રહે. નાની કુંડળ તા.બાબરા, મહેશભાઈ વિરજીભાઈ કટારીયા રહે. નાની કુંડળ તા.બાબરા, મહેન્દ્રભાઈ ઉફ્રે પપ્પુ બાલુભાઈ જમોડ રહે વાવડી(ખડ) તા.ગઢડા, રાજુભાઈ સામતભાઈ મકવાણા રહે. વાવડી(ખડ) તા.ગઢડા વાળા જાહેર માં વાડી વિસ્તારમાં જુગાર રમતા હોવા ની બાતમી બાબરા પોલિસ ને મળતા દરોડો પાડવા માં આવ્યો હતો. ત્યારે આરોપીઓ સહિત રૂ. ૨૧૩૭૦ ના મુદામાલ સાથે તમામ ને ઝડપી પાડ્યા હતા. આ તમામ આરોપીઓને બાબરા પોલિસ સ્ટેન ખાતે લાવવા માં આવ્યા છે. આ બારા ની આગળની કાર્યવાહી બાબરા પોલિસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here