બાબરા તાલુકાના દરેડ ગ્રામ પંચાયતમાં સરપંચના અધ્યક્ષ સ્થાને પાનના ગલ્લા, ઠંડાપીણા,કરિયાણા ગંધિયાણા વિગેરે નાના-મોટા દુકાનદારોની બેઠક યોજવામાં આવી

બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ

આજ રોજ બાબરા તાલુકાના દરેડ ગ્રામ પંચાયતમાં સરપંચશ્રી ના અધ્યક્ષ સ્થાને દરેડ ગામે કરિયાણા,પાનના ગલ્લા, ઠંડાપીણા વિગેરે નાની મોટી દુકાન ધરાવતા તમામ દુકાનદારોની એક બેઠક બોલાવવામાં આવી હતી. આજની બેઠકમા તમામ દુકાનદારોએ સ્વેચ્છિક રીતે હાજરી આપી હતી તેમજ સરપંચ ઉપસરપંચ તલાટી કમ મંત્રી દ્વારા કોવિડ 19 અંતર્ગત કલેકટર સાહેબ અમરેલીના જાહેરનામા મુજબ તમામ સુચનાઓ આપવામા આવી. આ ઉપરાંત સૌથી મહત્વનો તથા ખુબ જ ઉપયોગી પુરવાર થાય તેવો એક નિર્ણય લેવામા આવ્યો જેમા તમામ દુકાનદારોને ગ્રામ પંચાયત મારફત દરેડ ગામના બાળકોના આરોગ્યને લઈ ચર્ચા કરવામા આવી કે જેમા કોઇ પણ પ્રકારના આઈ.એસ.આઈ માર્કા લાગેલા ન હોય તેમજ સરકાર માન્ય ન હોય તેવા કોઇ પણ પ્રકારના નાસ્તાઓનું વેચાણ કરવુ નહિ જેમા આઇ.એસ.આઇ માર્કા લાગેલા હોય તેવા જ પડીકા તથા ચોકલેટ વિગેરે નાસ્તાઓનું વેચાણ કરવુ. આ બાબતે સરપંચશ્રી વનરાજભાઈ તખુભાઈ વાળા દ્વારા રજુઆત કરવામાં આવતા તમામ દુકાનદારોએ સ્વેર્ચ્છાએ આ બાબતે સહમતિ દેખાડી હતી તેમજ બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી સારી ગુણવત્તા ધરાવતા હોય તેવા જ નાસ્તાનું વેચાણ કરીશુ એવા શપથ સાથે તમામ દુકાનદારોએ ગ્રામ પંચાયતને ખાત્રી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here