બાબરા તાલુકાના દરેડ ગામમાં આવેલ આપામેરામ બાપાની જગ્યા દ્વારા સમગ્ર ગામમાં હોમિયોપેથીક દવાનું વિતરણ કરાયું…

બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ

દરેડ ગામની વસ્તી લગભગ ૪૦૦૦ હજાર જેટલી છે સમગ્ર ગામમાં દવાનું વિતરણ કરવામાં આવ્યું

બાબરા તાલુકાના દરેડ ગામે આજરોજ આપામેરામ બાપાની જગ્યા દ્વારા સમગ્ર દરેડ ગામમા દરેક ઘરે-ઘરે જઈ માનવભક્ષી એવા કોરોના વાયરસથી રક્ષણ મેળવવા માટેની હોમિયોપેથિક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ વાયુવેગે વધી રહેલા કોરોનાના પ્રકોપનો કોઈ ઈલાજ ના હોવાથી WHO ની ગાઈડ લાઈન મુજબ હોમિયોપેથિક દવા લેવાથી લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. માટે આજે દેશનાં ખૂણે-ખૂણામાં સરકાર તેમજ સેવાકીય લોકો માનવ સેવા કાજે રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવાઓ વિના મુલ્યે વિતરણ કરી રહ્યા છે જેને અનુરૂપ બાબરા તાલુકાના લગભગ ૪૦૦૦ હજાર જેટલી વસ્તી ધરાવતા દરેડ ગામમાં પણ ઘરે ઘરે જઈ ને દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ દવા કેન્દ્ર સરકારમાં આયુષ્ય મંત્રાલય (નવી દિલ્લી) માન્ય છે.તેમજ દવા લેવાથી લોકોની રોગ પ્રતિકારક શંક્તિમા ખુબજ વધારો થાય છે. જેથી કરીને કોરોના ( Covied-19) નો ચેપ લાગતો નથી આથી આપામેરામ બાપાની જગ્યા તરફથી દરેડ ગામમાં સંપુર્ણપણે વિતરણ કરવામાં આવ્યું છે. માટે આ ઉમદા કાર્ય કરીને બિરદાવવા લાયક કાર્ય જગ્યા દ્વારા કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here