બાબરા તાલુકાના ખાખરીયા ગામે સરપંચ તથા ગ્રામજનો દ્વારા જીલ્લા બહાર જવા આવવાના માર્ગો બંધ કરવામાં આવ્યા

બાબરા,

પ્રતિનિધિ :- હિરેન ચૌહાણ

જુના ગાડા માર્ગો કે જે અન્ય જીલ્લાને જોડતા હોય છે તે પણ હાલ બંધ કરવામાં આવ્યા છે

દેશમાં કોરોનાનો હાહાકાર છે. ત્યારે અમરેલી જીલ્લામાં હજુ સુધી કોરોનાનો એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી અને આગળ કોઈ કેસ ના આવે તે માટે તંત્ર મહેનત કરી રહ્યું છે. અમરેલી જીલ્લા મેજીસ્ટ્રેટ આયુષ ઓક દ્રારા અમરેલી જીલ્લામાં પાડોસી જીલ્લાના લોકોને પ્રવેશ ના આપવા આદેશ કર્યો છે.
તેના ભાગરૂપે બાબરાના ખાખરીયા ગામના યુવા સરપંચ મયુરભાઈ વિરોજા દ્રારા ગામની બહાર જે માર્ગો બીજા જીલ્લાને જોડાઈ છે તે મુખ્ય માર્ગો સહિત આડા માર્ગો પણ બંધ કરવામાં આવ્યા છે. જેથી અમરેલી જીલ્લા બહારના કોઈ માણસ જીલ્લામા પ્રવેશ ના કરી સકે. અને ખાખરીયા ગામમાં આવતા લોકોની પાકી માહીતી લેવામાં આવેશે. અને જો અમરેલી જીલ્લા બહારના જણાઈ આવે તો ગામમાં પ્રવેશ આપવામાં નથી આવતો. ગામના યુવાનોની એક ટીમ બનાવી ગામના પાદરમા પેરો કરવામાં આવે છે.અને આવતા જતા લોકોની તપાસ કરવામાં આવેશે.ત્યારે ગામના લોકોનો પણ સાથ સહકાર સારો છે અને તલાટી મંત્રી ભરતભાઈ ધાંધલીયા,વિપુલ ભાઈ કાચેલા, હરેશભાઈ સિધ્ધપરા, મખાભાઈ લાંબરિયા,જગદીશભાઈ કાચેલા, મુકેશભાઈ ચાવડા,હિંમતભાઈ રાછડિયા, પાસાભાઈ સુસરા ત્યારે સરપંચ તથા બધાજ મિત્રો દ્વારા ખાખરીયા ગામ ની બોડરો બંથ કરી ને પાદરમાં પેરો કરવામાં આવે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here