બાબરા તાલુકાના ખાખરીયા ગામે કવોરેન્ટાઈન કરેલા લોકોની ડોર ટુ ડોર મુલાકાત કરતા તાલુકા વિકાસ અધિકારી…

બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ

ખાખરીયા ગામના સરપંચ સહિતના આગેવાનો સાથે રહ્યા હતા

ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ સુરત રહેતા લોકોને પોતાના વતન જવાની છુટ આપેલ છે. અને વતન આવતા લોકોને હોમ કવોરેન્ટાઈન રહેવાની શરત રાખેલ છે. ૧૪ દિવસ સુધી આ લોકોને હોમ કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. ત્યારે સુરતથી વતન આવેલ લોકોની સાથે અમરેલી જીલ્લાની સરહદમાં પ્રવેશ મળ્યો છે. ત્યારે બાબરા તાલુકાના ખાખરીયા ગામમાં સુરતથી આવેલ લોકો જેઓને હોમ કવોરેન્ટાઈન કરેલ છે તેમની ડોર ટુ ડોર મુલાકાત લેવામાં આવેલ હતી. આ મુલાકાત તાલુકા વિકાસ અધિકારી સાહેબ તેમજ તલાટી મંત્રી ભરતભાઈ ધાંધલીયા, સરપંચ મયુરભાઈ વિરોજા, જીલ્લા યુવા ભાજપ ઉપ પ્રમુખ વિપુલભાઈ કાચેલા, ઉપ સરપંચ મખાભાઈ લાંબરિયા, મુકેશભાઈ ચાવડા, જ્યંતિભાઈ ચાવડા, તેમજ ખાખરીયા ગામમાં બનાવેલી યોદ્ધા ટીમ અને આરોગ્ય સ્ટાફ ધારાબેન બફલીપરા, આગણવાડી વર્કર બહેનો અને આશા વર્કર બહેનો સાથે રહી ને હોમ કવોરેન્ટાઈન કરેલા લોકો ની મુલાકાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here