બાબરામાં ચમારડી રોડ પર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત…

બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ

બાઈક અને ટેમ્પો વચે અકસ્માત, પોલિસે તાત્કાલિક ઘટના સ્થેળે દોડી જઈ તપાસ હાથ ધરી

બાબરાના ચમારડી રોડ પર બાઈક અને ટેમ્પો વચે અકસ્માત સર્જાયો હતો. તેમા બાઈક ચાલકનું ઘટનાસ્થેળે જ મૃત્યું નિપજ્યું હતું.
મળતી વિગત મુજબ શનિવારે બપોરના સમયે એક બાઈક નં.GJ. 01. 5839 ચમારડી તરફથી બાબરા તરફ જઈ રહ્યું હતું ત્યારે બાબરા નજીક આવેલ મેલડી માતાજીના મંદિર પાસે સામેથી આવતો ટેમ્પો નં. GJ.03. 3683 સાથે બાઈક ધડાકાભેદ અથડાયું હતું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મુત્યુ થયું હતું. અકસ્માત થયો હોવાની જાણ થતા આજુબાજુ ખેતરોમા કામ કરતા ખેડુતો દોડી આવ્યા હતા અને ૧૦૮ ને જાણ કરી બોલાવી હતી બાદમા ૧૦૮ મારફત બાબરા સરકારી દવાખાને ખસેડાતા ફરજ પરના તબીબે મોટર સાયકલ ચાલકને મૃત જાહેર કરેલ. બાઈક સવાર જેન્તિભાઈ ગગદાસભાઈ ગજેરા ઉ.વ.૫૧ રહે મોટી કુંડળ વાળા હોવાનું પ્રાથમિક તપાસમા જાણવા મળેલ હતું. બાબરા પોલિસ ઘટનાસ્થળે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here