બાબરામાં એસ.બી.આઇ બેંક દ્વારા ખાદ્ય સામગ્રીની કીટ વિતરણ કરવામાં આવી….

બાબરા.

પ્રતિનિધિ :- હિરેન ચૌહાણ

કોરોનાના કહેર સામે એસ.બી.આઇ બેન્કનું પ્રસશનીય કાર્ય

આખો દેશ અત્યારે કોરોના વાયરસના ભય હેઠળ ખુબજ કપરો સમય વ્યતીત કરી રહ્યો છે. ત્યારે સરકારશ્રી દ્વારા અનેક રાહતો જાહેર કરવામાં આવેલ છે તેમ છતાં લોકોને હજુ ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ દ્વારા જુદી જુદી રીતે મદદ કરવામાં આવી રહી છે. જેને અનુરૂપ બાબરા નગરમાં એસ.બી.આઇ બેંક દ્વારા મદદ કરવાનો પ્રયાસ કરવામાં આવેલ છે જેમાં વિજેન્દ્ર કુમાર ચીફ મેનેજર, agm સાહેબ , પરમાર સાહેબ તેમજ પૂરા સ્ટાફગણ દ્વારા દરેડ રોડ વિસ્તારના ગરીબ પરિવારોને અનાજ ખાંડ ચોખા કઠોળ વગેરેની કીટ બનાવી સરકારશ્રીના નિયમો અનુસાર એક મીટરનું અંતર રખાવી વિતરણ કરવામાં આવી હતી.તેમજ બાબરા બ્રાન્ચ ચીફ મેનેજર દ્વારા વુધ્ધા પેન્શનમાં સમાવેલ લોકોને ઘરે રૂબરૂ જઈ પેન્શનની રકમ પહોચાડેલ તેમજ બેંકનાં દરેક સ્ટાફ ને પણ લોકલ ડિસ્ટનીંગ જળવાઈ રહે અને સૅનેટાઈઝર માસ્ક તેમજ હેન્ડ વોશની સુવિધા કરિ આપી છે. બેંકમાં કરવામાં આવેલ સંતોષકારક કામગીરીને જોઈ ગ્રામ્યજનો દ્વારા બેન્કની સરાહના કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here