બાબરાની સરકારી હોસ્પિટલ સામે આવેલ આસોપાલવ મેડિકલ સ્ટોર 24 કલાક દર્દી માટે ખુલ્લો રાખવામાં આવશે : ધારાસભ્ય વીરજીભાઈ

બાબરા,

પ્રતિનિધિ :- હિરેન ચૌહાણ

સમગ્ર ભારતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે સરકારશ્રી તરફથી જુદી જુદી જીવન જરૂરિયાતની વસ્તુ લોકોને મળી રહે તે માટે વ્યવસ્થાનાં ભાગ રૂપે સમય મુજબ દુકાનો ખુલી રાખવાની છૂટ આપવામાં આવી છે . અને આ છૂટ દ્વારા લોકો પોતાની જીવન જરૂરિયાતની વસ્તુની ખરીદી કરી શકે છે .પણ તેમાં મેડિકલ સ્ટોરને પણ નિર્ધારિત સમય મુજબ ખોલવાની પરમિશન આપવામાં આવી હતી જેનો સમય સવારે 10 થી 5 વાગ્યા સુધીનો હતો . આ સમય વિત્યા બાદ શહેરનાં તમામ મેડિકલ સ્ટોર બંધ હોવાના કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા હતા . જેથી આ બાબતની રજૂઆત ધારાસભ્ય વિરજીભાઈને કરાતા વીરજીભાઈ દ્વારા અમરેલી જિલ્લા કલેટરશ્રીને લેખિતમાં માગણી કરવામાં આવી હતી અને તેમાં ધારાસભ્ય વીરજી ભાઈ એ જણાવ્યું હતું કે મારા વિસ્તારનાં લોકો દવા વગર હેરાન પરેશાન થતાં હોય તો શહેરમાં આવેલ અને તે પણ સરકારી હોસ્પિટલ સામે આવેલ હોય તેવા એક મેડિકલ સ્ટોરને ખુલ્લો રાખવામાં આવે. માટે આ બાબતની માંગને જીલ્લા કલેકટરશ્રીએ સ્વીકારીને શહેરમાં સરકારી હોસ્પિટલ સામે આવેલ મેડિકલ સ્ટોરને ૨૪ કલાક ખુલ્લા રાખવાની પરમિશન આપી છે . લોકહિતની લાગણીને માન આપી મંજૂરી આપતાની સાથે જ ધારાસભ્યશ્રીએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો .
સરકારી હોસ્પિટલ સામે આવેલ મેડિકલ સ્ટોર ચલાવતા શૈલેષભાઈ કુબાવતે જણાવ્યું હતું કે કોઈ દર્દી ને રાત્રે ઇમરજન્સી દવાની જરૂર પડે તો મારો મોબાઈલ નંબર 9879533153 સપર્ક કરવો જેથી આપને ઇમરજન્સી દવા મળી શકે .અને દીવસ દરમિયાન તો આખ્ખો દિવસ મેડિકલ સ્ટોર ખુલો જ રહેશે.
આ મેડિકલ સ્ટોર જ્યાં સુધી લોકડાઉંન છે ત્યાં સુઘી દર્દીઓને 24 કલાક સેવા પુરી પાડશે . હવે શહેર કે ગામડામાંથી આવતા દર્દી દવા વગર હેરાન નહિ થાય તે લોકોને આશાનીથી દવા મળી શકશે .
મેડિકલ સ્ટોર ખુલ્લો રાખવાની રજૂઆત કરનાર લોકોએ પણ વીરજી ભાઈ ઠુંમર અને જીલ્લા કલેકટરશ્રીનો ખુબ-ખુબ આભાર વ્યક્ત કર્યો હતો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here