પ્રેસ ક્લબ નર્મદા રાજપીપલાની સરાહનીય કામગીરી

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

નર્મદા જિલ્લામાં અખબારોનુ વિતરણ કરતા વિતરક ભાઈઓ માટે કોરોના સંક્રમણ કીટનું વિતરણ

આજરોજ પ્રેસ ક્લબ નર્મદા રાજપીપળા દ્વારા નર્મદા જિલ્લાના અખબારોનુ વિતરણ કરતા વિતરક ભાઈઓ ભાઈઓ માટે સંક્રમણથી બચવા માટે કોરોના સંક્રમણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં રાજપીપળા ખાતે રાજપીપળાના વિવિધ અખબારો નું વિતરણ કરતા વિતરક ભાઈઓને બોલાવી આજે પ્રેસ ક્લબ નર્મદા ના પ્રમુખ દીપક જગતાપ, ઉપપ્રમુખ છગનભાઈ વણકર, મંત્રી આશિક ભાઈ પઠાણ તથા ખજાનચી જયેશભાઈ ગાંધીની ઉપસ્થિતિમાં તથા એજન્ટ ભાઈઓ ની ઉપસ્થિતિમાં તમામ ફેરિયા બંધુઓને પ્રેસ ક્લબ નર્મદા તરફથી આ કોરોના સંક્રમણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું
જેમાં દરેક વિતરક ભાઈઓને કીટ ની અંદર સેનેટાઈઝરની બોટલ નંગ .2, તેમજ માસ્ક નંગ . 4,અને બે જોડી રબરના હાથમોજા સહિતની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રેસ ક્લબ ના પ્રમુખ દીપક જગતાપે જણાવ્યુ હતુ કે આ વિતરક ભાઈઓ સમગ્ર વિસ્તારની અંદર ગલી ગલીએ અને ઘરે ઘરેજઈ ને અખબારોનુ દરરોજ વિતરણ કરતા હોય છે. ત્યારેઆ લોકો અનેક વ્યક્તિઓના સંપર્કમાં આવતા હોય છે. ત્યારે આવી વ્યક્તિઓની કોઈ ચિંતા કરતુ ન હોય અને આ લોકો સંક્રમિત ન થાય તે માટે પ્રેસ ક્લબ નર્મદાએ નર્મદા જિલ્લાના તમામ વિતરક ભાઈઓને કોરોના સંક્રમણ કીટ આપવાનુ નક્કી કરવામાં આવ્યું હતું
પ્રેસ ક્લબ નર્મદા ના મન્ત્રી આશિક પઠાણે તમામ ફેરિયા ઓને જયારે પેપર નું વિતરણ કરવા જાવો ત્યારે પોતાના સહિત પેપર લેનાર ગ્રાહકો ના સ્વાસ્સ્થય જળવાય તેની કાળજી રાખવા જણાવ્યું હતું.
જેના ભાગરૂપે આજે રાજપીપળા ખાતેના વિતરકભાઈ ને કિટની વિતરણ સામાજિક અંતર રાખીને આપવામાં આવ્યું હતું. એ ઉપરાંત નર્મદા જિલ્લાના તમામ તાલુકામા ડેડીયાપાડા, સેલમ્બા , તિલકવાડા , કેવડિયાના વિતરક ભાઈઓને પણ ક્લબ નર્મદા તરફથી આ કિટ નુ કરવામાં આવનાર છે. સાથે સાથે પ્રેસ ક્લબ તમામ સદસ્યો પત્રકાર ભાઈઓને પણ આ કી ટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ વિતરક ભાઈઓને આ કીટનું વિતરણ કર્યા પછી તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે તમે અખબારોનું વિતરણ કરવા જાઓ ત્યારે સોશિયલ ડિસ્ટન્સ રાખો, હાથને સેનેટાઈઝડ કરીને જાઓ, સાબુથી હાથ ધોવાનું રાખો, અને મોજા પહેરીને પેપર વેચવા જાઓ, જેથી આપનેકોઈ સંક્રમણના રહે, કામ સિવાય બહાર ના નીકળો અને ઘરમાં જ રહો અને સુરક્ષિત રહો . તેમજ સરકારી તંત્રના નિયમોનું પાલન કરો એવું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here