પોલીસ અધિક્ષકની કચેરી રાજપીપળા પ્રોજેક્ટ નિર્ભયા મંગલમ અંતર્ગત માનવતા મહેકાવતી નર્મદા પોલીસની નિર્ભયા સ્કોડ….

રાજપીપલા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

ધનખેતર ગામના 72 વર્ષના આટાભાઈ દવા લેવા માટે ભર તડકે ચાલતા નીકળતા નિર્ભયા સ્કોવોર્ડ દવા લઈ આપી સરકારી વાહનમાં પોતાના ગામ વાડીગામ ખાતે પહોંચાડી

વિધવા મહિલાને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની કીટ આપી

કોરોનાના કારણે નર્મદા માં લોકડાઉન કરવામાં આવેલ છે, ત્યારે પોલીસ અધિક્ષક નર્મદાના પ્રયત્નોથી પ્રોજેક્ટ નિર્ભયા મંગલમ ની શરૂઆત કરવામાં આવી છે. જ્યારે નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથકને નર્મદાઓના માર્ગદર્શન હેઠળ કેવડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વરિષ્ઠ નાગરિકો તથા એકલવાયું જીવન જીવતી જીવતા મહિલાની મદદ સારું કેવડીયા ગામના સુશીલાબેન શંકરભાઈ તડવી વીધવા ઉં. વ.35 સિનિયર સિટીઝન તથા દેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના નવાગામના ચંપાબેન જાતરભાઈ વસાવાનાઓને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની કીટ આપી તથા દેડીયાપાડા વિસ્તારમાં ખેતર ગામના વતની આટાભાઈ ઉં.વ. 72 નાઓની દવા લેવા માટે ચાલતા નીકળેલા હતા, ત્યારે પેટ્રોલિંગ દરમિયાન નિર્ભયા સ્કોર્ડ અને વૃદ્ધ દાદા મળી આવતા તેઓને દવા લઈ આપી સરકારી વાહનમાં પોતાના ગામ વાડીગામ ખાતે પહોંચાડી સિનિયર સિટીઝન માટે મદદરૂપ નો હાથ લંબાવી સરાહનીય અને નર્મદા પોલીસ માટે દાખલારૂપ કામગીરી કરેલ છે. નિર્ભયા સ્કોટ દ્વારા ખાવા ધોમધખતા તાપમાં જિલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સખત સખત પેટ્રોલિંગ કરી માનવતા મહેકાવી આવેલા છે. નર્મદા જિલ્લા પોલીસ પ્રશાસન હર હંમેશા માટે નર્મદા જિલ્લાના વરિષ્ઠ નાગરિકો તથા એકલવાયું જીવન જીવતી મહિલાઓ માટે હંમેશા આપની સેવામાં કાર્યરત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here