પેટ્રોલ-ડીઝલ અને જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધારા પર વિરોધ દર્શાવી કાલોલ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપ્યું…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

હાલમાં કોરોનો કોરોના વાયરસની મહામારીને લઈને દેશ તથા દેશવાસીઓ અને તમામ વર્ગના લોકો આર્થીક સંકટમાંથી પસાર થઇ રહ્યા છે ત્યારે પ્રજાજનોની હાલત ખુબ જ નાજુક છે. લોકોનો આર્થિક આયોજન ખોરવાઈ ગયું છે લોકોને ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે નોકરી, ધંધો, રોજગાર વગરના લોકો થઈ ગયા છે. તે સ્થિતિમાં પ્રજાની પડખે રહેવાને બદલે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારે વારંવાર પેટ્રોલ-ડીઝલમાં અને જરૂરી ચીજ વસ્તુઓમા ભાવ વધારો કરેલ છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નિયંત્રણમાં હોવા છતાં, ક્રૂડના ભાવ ઘટયા હોવા છતાં પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વારંવાર પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો કરી આર્થિક સંકડામણ અનુભવતા લોકો પર અન્યાય કરી રહી છે જેથી લોકડાઉન અને ત્યારબાદ અવાર-નવાર વધારેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ તાત્કાલિક પરત ખેંચાય આ ઉપરાંત જીવનજરૂરિયાત ચીજવસ્તુઓનાં પણ ભાવ વધારો પરત ખેંચી લોકોને રાહત આપે તેવી માંગ કરી કાલોલ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યપાલશ્રીને ઉદ્દેશીને આવેદનપત્ર તૈયાર કરી કાલોલના મામલતદારને આપવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here