પીએમ વિશ્વકર્મા યોજના નાના અને કુશળ કારીગરોનો આર્થિક આધારસ્તંભ… વંચિતો સુધી યોજનાના મીઠા ફળ પહોંચાડવા રાજ્ય સરકારે કમરકસી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

સંખેડાના ગ્રામજનોને વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન પીએમ વિશ્વકર્મા યોજનાથી વાકેફ કરાયા પરંપરાગત વ્યવસાય સાથે સંકળાયેલા નાના અને કુશળ કારીગરો આર્થિક પગભર બનશે
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ પ્રારંભાયેલી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગુજરાત રાજ્યના ગામેગામ ભ્રમણ કરી રહી છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ વાળી રાજ્ય સરકારે પણ વંચિત લાભાર્થીઓ સુધી યોજનાકીય લાભોના ના મીઠા મીઠા ફળ પહોંચાડવા માટે કમરકસી છે. ત્યારે છોટાઉદેપુરના જિલ્લાના સંખેડા ખાતે પહોંચેલી સંકલ્પ યાત્રા દરમિયાન ગ્રામજનોને પીએમ વિશ્વકમાં યોજના અંગેની માહિતી આપવામાં આવી હતી.
આ તકે વિશ્વકર્મા યોજના થકી લુહાર, તાળા બનાવનાર, સુથાર બોર્ડ બનાવનાર, રમકડા બનાવનાર, ધોબી, દરજી, માછલીની જાળી બનાવવાના વ્યવસાય અંગે તાલીમ, સ્ટાઇપેન્ડ, ટુલ્સ માટેની સહાય તેમજ માર્કેટિંગ સપોર્ટ પૂરી પાડવામાં આવે છે. જેના થકી કુશળ અને નાના કારીગરો આર્થિક પગભર બની શકે. આ યોજનાના લાભાર્થીને પ ટકાના દરે પ્રથમ તબક્કામાં ૧ લાખ અને બીજા તબક્કામાં ૨ લાખ સુધીની મદદ મળવા પાત્ર છે.
સંકલ્પ યાત્રા દરમિયાન પદાધિકારીઓ, અધિકારીઓ ગામોમાં પોતાની હાજરી સુનિશ્વિત કરીને વચિત લાભાર્થીઓને જાગૃત કરવાનું સરાહનીય કામ કરી રહ્યા છે. વડાપ્રધાનશ્રી પણ સમયાંતરે વર્ચ્યુઅલ માધ્યમ થકી લાભાર્થીઓ સાથે સંવાદ સાધી અન્ય વંચિતોને લાભ લેવા પ્રેરિત કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here