પશુપાલન સાથે સંકળાયેલા અને ગરીબ પરિવારના ભરવાડ સમાજના પુત્રોએ ઝાલાવાડમાં ડંકો વગાડયો…

હળવદ,(મોરબી)
મહેન્દ્ર મારૂ

ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રેશમિયા ગામ આજે પણ માલકિયા પરીવાર પતરાવાળા મકાનમાં રહે છે તાજેતરમાં જ જાહેર થયેલા ગુજરાતના ધોરણ ૧૨ સાયન્સના પરિણામમાં હળવદ – ધ્રાંગધ્રા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો છે તેવા માલકિયા સુનિલ વિરમભાઈ નામના તક્ષશિલા વિદ્યાલય હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની રેશમિયા ગામ એટલે પાંચાળ ભૂમિની ધરતી અને મા ચામુંડ માં ચોટીલાની ધીંગી ધરા ડુંગરાળ પ્રદેશમાં નાના એવા ખોબા જેવડું ગામ છે.
આ ગામમાં આજે પણ વાડીએ રહીને ૧૪ વિઘામાં સુકી ખેતી કરતા માલકીયા વિરમભાઈ અને મૂળજીભાઈ પિતરાઇભાઇ પોતાનું ગુજરાન ચલાવે છે બળબળતા તાપમાં પણ ખેતી કરતા ત્રણ ગાય રાખીને પશુપાલન કરી ડેરીમાં દૂધ વેચી પેટે પાટા બાંધીને પણ પોતાના બને દીકરા સુનિલ માલકિયા અને પ્રદીપ માલકીયાને તક્ષશિલા વિદ્યાલયના સંકુલ અને હોસ્ટેલમાં ભણવા મૂક્યા છે એક ભાઈને પતરાવાળું મકાન છે જયારે બીજા ભાઈને નળીયાના મકાનમાં રહે છે તો સાથે જ આવી ગરીબીમાં પણ તેમના મકાનમાં તેમની માતા ચૂલા પર રસોઈ બનાવે છે તથા બન્ને પિતરાઈ ભાઈઓ પરિવારમાં સુનિલ અને પ્રદીપને ભણાવવા માટે કટિબદ્ધ હતા. આ ધગશને લઈ બે વર્ષ સખત મહેનત કરનાર બંને ભાઈઓએ હળવદ તેમજ ઝાલાવાડના પરિણામમાં ડંકો વગાડી દીધો છે અને 99.74 પીઆર, ધોરણ 12 સાયન્સમાં 271 માર્કસ મેળવીને પહેલો નંબર મેળવ્યો છે અને પરિવારનું નામ રોશન કરેલ છે તેમજ તક્ષશિલા વિદ્યાલયનું માલકીયા સુનિલ ગૌરવ વધાર્યુ છે. તો માલકીયા પ્રદીપ મૂળજીભાઈ 97.27 પીઆર સાથે પરિણામ મેળવવામાં સફળતા મળી છે માલકીયા પરિવારના ત્રણ પેઢીના કુટુંબમાં 12 સાયન્સમાં આટલા માર્ક મેળવનાર પ્રથમ ઘટના બની છે. આજે પણ બન્ને ભાઈઓના પિતાશ્રી કહે છે કે, અમારા બાળકોની ખૂબ જ મહેનત રંગ લાવી છે. આ તકે તક્ષશિલા વિદ્યાલયના મેનેજિંગ ડિરેકટર ડો.મહેશભાઇ પટેલે બન્ને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી ઉતરોતર પ્રગતિ કરી મા-બાપનું ઋણ અદા કરો તેવી શુભેચ્છા સાથે વિદ્યાર્થીઓને આર્શીવાદ પાઠવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here