પંચમહાલ સ્વચ્છતા હી સેવા “એક તારીખ,એક કલાક” મહાશ્રમદાન કાર્યક્રમ અન્વયે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

આવતીકાલે ગોધરા બી.આર.જી.એફ ભવન ખાતે “સંકલ્પ સપથ” કાર્યક્રમ યોજાશે

તા.૦૩ ઓકટોબરથી ૦૯ ઓકટોબર દરમિયાન ઘોઘંબા તાલુકામાં સંકલ્પ સપ્તાહની ઉજવણી કરાશે

લોક ભાગીદારીથી ગ્રામજનો પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાય તે માટે આહવાન કરતા જિલ્લા કલેક્ટરશ્રી

પંચમહાલ જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા -૨૦૨૩” અભિયાન અંતર્ગત તા.૧ ઓકટોબર ૨૦૨૩ના રોજ થનાર મહાશ્રમદાન કાર્યક્રમના ભાગરુપે પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી આશિષ કુમારની અધ્યક્ષતામાં જિલ્લાના ધારાસભ્યશ્રીઓ સહિત વિવિધ મહાનુભાવો અને હોદ્દેદારો સાથે ગોધરા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે,તા ૧ ઓકટોબરના “એક તારીખ,એક કલાક” સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃત્તિના આયોજન હેઠળ તથા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત મહાશ્રમદાન કાર્યક્રમના ભાગરુપે જિલ્લાના સાત તાલુકાઓના કુલ ૬૩૦ ગામોની સાથે ગ્રામ્ય કક્ષાએ કુલ ૮૪૪ ઇવેન્ટ ક્રીએશન કરવાનું આયોજન કરાયું છે. આ તમામ સ્થળોની પસંદગી કરી સફાઇની કામગીરી મહાશ્રમદાન પ્રવૃત્તિ મારફત હાથ ધરવામાં આવનાર છે.આ પસંદ કરાયેલ સ્થળો ઉપર જિલ્લા/તાલુકાના પદાધિકારીશ્રીઓ/મહાનુભાવો/સભ્યશ્રીઓ/ અધિકારીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતીમાં આ સફાઇ અભિયાનના આયોજન દ્વારા સ્વચ્છતા માટેનું ઉમદા મહાશ્રમદાન પ્રવૃત્તિઓમાં તમામ ગ્રામજનો લોક ભાગીદારીથી જોડાય તે અંગે આહવાન કરાયું હતું.
આ સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.૩૦/૯/૨૦૨૩ના રોજ લોન્ચિંગ થનાર “સંકલ્પ સપથ”ના આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ પદાધિકારીશ્રીઓ બી.આર.જી.એફ.હોલ,જિલ્લા પંચાયત,ગોધરા ખાતે ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતુ. આ સાથે તાલુકા પંચાયત ઘોઘંબા ખાતે અંદાજીત ૧૨૦ જેટલા પદાધિકારીશ્રીઓ/સભ્યશ્રીઓ /અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ વગેરે દ્વારા તથા તાલુકાની ૧૫ જેટલી ગ્રામ પંચાયતોમાં ૬૧૩ જેટલા ગ્રામજનો દ્વારા લોન્ચિંગ કાર્યક્રમ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું છે.
એસ્પીરેશનલ બ્લોક ઘોઘંબા ખાતે સંકલ્પ સપ્તાહની ઉજવણી તા.૦૩/૧૦/૨૦૨૩ થી તા.૯/૧૦/૨૦૨૩ સુધી કરવામાં આવશે. જેમાં તા.૦૩/૧૦/૨૦૨૩ના રોજ સંપુર્ણ સ્વાસ્થ્ય-એક સંકલ્પ (હેલ્થ વિભાગ), તા.૦૪/૧૦/૨૦૨૩ના રોજ સુપોષિત પરીવાર-પોષણ મેળો (ન્યુટ્રીશન વિભાગ), તા.૦૫/૧૦/૨૦૨૩ના રોજ સ્વચ્છતા એક સંકલ્પ (સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ), તા.૦૬/૧૦/૨૦૨૩ ના રોજ કૃષિ મહોત્સવ (ખેતીવાડી વિભાગ), તા.૦૭/૧૦/૨૦૨૩ ના રોજ શિક્ષા એક સંકલ્પ (શિક્ષણ વિભાગ), તા.૦૮/૧૦/૨૦૨૩ ના રોજ સમૃધ્ધિ દિવસ (લાઇવલી હુડ),  તા.૦૯/૧૦/૨૦૨૩ના રોજ સંકલ્પ શપથ –સમાવેશ સમારોહ (તાલુકા પંચાયત) તમામ વિભાગો દ્વારા કાર્યક્રમમાં કરવાની થતી પ્રવૃત્તિઓનું વ્યવસ્થિત રીતે આયોજન કારાય તેવું અધ્યક્ષસ્થાનેથી સૂચનો કરાયા હતા.આ સાથે જિલ્લાવાસીઓને મહાશ્રમદાન અભિયાનને સફળ બનાવવા અનુરોધ કરાયો હતો.
આ બેઠકમાં પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન, ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર,જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ કુ.કામિનીબેન સોલંકી,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા,પ્રાયોજના વહીવટદારશ્રી ડી.આર.પટેલ,જિલ્લા અગ્રણીશ્રી અશ્વિનભાઈ પટેલ,શ્રી મયંકભાઈ દેસાઈ સહિત અગ્રણીઓ,હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here