પંચમહાલ માટે રાહતના સમાચાર કોરોનાગ્રસ્ત વ્યક્તિના પુત્રનો રિપોર્ટ નેગેટિવ આવ્યો

ગોધરા,

પ્રતિનિધિ :- ઈશ્હાક રાંટા

પંચમહાલ જિલ્લામાં નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે. શાહના જણાવ્યા અનુસાર ગઇકાલે ગોધરાના ભગવદનગર વિસ્તારના એક રહીશનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તેમના ઘનિષ્ઠ સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલ લઇ રિપોર્ટ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. આ પૈકી કોરોના પોઝીટીવ વ્યક્તિને વડોદરા સારવાર માટે લઈ જનાર અને બાદમાં વડોદરા ગોત્રી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ પુત્રનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જિલ્લામાંથી અત્યાર સુધી કુલ ૩૯ સેમ્પલ મોકલવામાં આવ્યા છે, જે પૈકી ૨૯ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, ૨ રિપોર્ટ પોઝિટિવ અને ૮ રિપોર્ટ હજી આવાના બાકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here