પંચમહાલ જીલ્લામાં પોલીસતંત્રની ચાપતી નજર હેઠળ લોકડાઉનનો ચુસ્તપણે અમલ..

વિશ્વના અનેક દેશોમાં હાહાકાર મચાવી હજારો લોકોને મોતના મુખમા ધકેલનાર કોરોના વાયરસે ભારતમા પણ લોકોના જીવ અધ્ધર કરવાની શરૂઆત કરી દીધી છે. આજ દિન સુધી કોરોના વાયરસના કેસોની સંખ્યા ૩૦ સુધી પહોચતા ગૂજરાત સરકાર પણ એકશનમાં આવી ગઈ છે. પીએમ મોદીના જનતા કરફ્યુની હિમાયત બાદ સમગ્ર ગૂજરાતમા ૩૧ માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત કરવામા આવી હતી ત્યારબાદ પીએમ મોદીએ સમાચારોનાં માધ્યમથી ગત રાત્રીએ આવનાર ૨૧ દિવસ સુધી એટલે કે ૧૫ એપ્રિલ સુધી સમસ્ત ભારતભરમાં લોકડાઉન અમલ કરવાની જાહેરાત કરી દીધી છે.

ગુજરાત સરકાર દ્રારા જાહેર કરવામા આવેલા લોકડાઉનના પગલે આજે પંચમહાલ જીલ્લામાં પણ તેની અસર જોવા મળી હતી.જેના પગલે સવારથી જ પોલીસ કાફલો રસ્તાઓ પર ખડેપગે ઉભા રહી બેરીકેટ મુકીને વાહનચાલકોને રોકીને પુછપરછ કરતા જોવા મળ્યા હતા.તો વધૂમા બાઇકચાલકો અને વાહનચાલકોને માસ્ક બાધવાની પણ સલાહ આપતા નજરે પડ્યા હતા.પંચમહાલ જીલ્લા ના રેન્જ આઇજી સહિત જીલ્લા પોલીસ વડા પણ સમગ્ર પરિસ્થિતિ પર ચાપતી નજર રાખી રહ્યા છે. જ્યારે પંચમહાલ જિલ્લાનાં શહેરા નગરમાં પોલીસ પ્રશાસન સહિત મામલતદાર મેહુલ ભરવાડ પણ લોકડાઉનની અમલવારી કરાવવા સવારથી સાંજ સુધી રોડ પર ઉભા રહ્યા હતા.જેના પગલે જીલ્લામાથી પસાર થતો શામળાજી- હાલોલ હાઇવેમાર્ગ અને અમદાવાદ ઇન્દોર હાઈ વે માર્ગ પણ સુમસામ જોવા મળ્યો હતો.ત્યારે શાકભાજી અને અનાજ કરિયાણાની દૂકાનો સહિત દવાખાના અને મેડીકલ સ્ટોર્સ ખુલ્લા જોવા મળ્યા હતા. જેથી લોકોએ જીવન જરુરિયાતની ચીસવસ્તુની ખરિદી કરી હતી.

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here