પંચમહાલ જીલ્લાના શહેરા નગરમાં લોકડાઉનનું ભંગ કરનાર દુકાનદારોને દંડ ફટકારવામાં આવ્યું…..

શહેરા,

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

આજે સમગ્ર વિશ્વ કોરોના વાયરસના કહેરથી ત્રસ્ત થઇ ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે, દુનિયાનાં ખ્યાતનામ એવા ચીન,ઇટાલી અને ફ્રાંસ જેવા દેશો કોરોનાની સામે ગુંઠણે પડ્યા છે જ્યારે જગત જમાદાર એવા અમેરિકાની દશા દુર્દશા બની ગઈ છે. આજે પણ અમેરિકામાં લાખો લોકો કોરોનાના સંક્રમણથીં પીડાઈ રહ્યા છે જ્યારે મરણ જનારની સંખ્યા હજારોનો આંકડો પાર કરી રર્હી છે. જેના કારણે આજે ભારતભરમાં કોરોનાનાં સંક્રમણને અટકાવવા લોકડાઉનની ચુસ્તપપણે અમલવારી કરાવાઈ રહી છે ભારતમાં પણ દિનપ્રતિદિન કોરોનાનો કહેર વધતો જાય છે જેથી માનવભક્ષી એવા કોરોનાથી બચવા લોકડાઉન એક માત્ર ઉપાયરૂપે દેખાઈ રહ્યો છે. માટે સમગ્ર ગુજરાત સહીત શહેરા નગરમાં પણ લોકડાઉનનું ચુસ્તપણે અમલ થાય એની તકેદારી રાખવામાં આવી રહી છે તેમછતાં કેટલાય દુકાનદારો લોકડાઉનનાં નિયમો તોડી પોતાની દુકાનો ખોલી કોરોના વાયરસને આમંત્રણ આપી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.

શહેરામા લોક ડાઉનના સમય દરમિયાન અમુક દુકાનદારોએ કોઈ પણ મંજૂરી વગર પોતાની દુકાનો ખોલી નાખીને ધંધો કરી રહયા હતા. જેને લઇને નગરપાલિકાના સેનેટરી ઇસ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ અને જીતેન્દ્ર ભાઇ જોષી સહિતની ટીમ દ્વારા બસ સ્ટેશન વિસ્તાર તેમજ નગરના અલગ-અલગ વિસ્તારમાં પહોંચી જઈને ખુલ્લી દુકાનો સામે દંડ કરીને ફરીથી દુકાનો ન ખોલવા માટે અપીલ કરી હતી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here