પંચમહાલ જીલ્લાના શહેરા નગરમાં લોકડાઉનનું ઉલંઘન કરાતા એક સપ્તાહમાં બીજી ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ….

શહેરા,

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

શહેરામા લોકડાઉનનુ જોઈએ તેટલું પાલન થઈ ના રહયુ હોવાની બૂમો ઉઠવા પામી હતી જેને પ્રાંત અધિકારીની સૂચનાથી પાલિકાની ટીમ દ્વારા કોઈપણ મંજૂરી વગર દુકાનો ખુલ્લી રાખતાં દુકાનદારો સામે કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે કાપડના દુકાનદારએ સેનેટરી ઇન્સ્પેકટર સહિતની ટીમ સાથે અસભ્ય વર્તન કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

શહેરામા લોકડાઉનનું જે રીતે પાલન થવું જોઈએ તે ના થતું હોવાનું પ્રાંત અધિકારી જય બારોટને ધ્યાને આવ્યું હતુ. જેને લઇને તેઓ દ્વારા નગરપાલિકાને જાણ કરવામાં આવતા પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ સહિતની ટીમ દ્વારા નગર વિસ્તારમાં તેઓ નીકળ્યા હતા. કોઈપણ મંજૂરી વગર ત્રણ દુકાનદારોએ દુકાન ખુલ્લી રાખતાં તેમને ચાર હજાર રૂપિયા જેટલો દંડ કરવામાં આવ્યો હતો જ્યારે પરવડી વિસ્તારમાં મેઇન બજારમાં મિલાપ સોની દ્વારા કાપડની દુકાન ખુલ્લી રાખવામાં આવી હતી જેને લઇને સેનેટરી ઇન્સ્પેકટર સહિતની ટીમ દ્વારા બે હાથ જોડીને દુકાન બંધ કરવા માટે જણાવ્યું હતું તેમ છતાં દુકાનદાર એ દુકાન બંધ કરવાની જગ્યાએ ફરજ પરના જીતેન્દ્રસિંહ રાઠોડને જેમ ફાવે તેમ ગાળો બોલવા સાથે અસભ્ય વર્તન કર્યું હતું. તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ પર આવીને દુકાનદારને પકડી પાડીને પોલીસ મથક ખાતે લઈ ગઈ હતી હાલ તો પોલીસ મથક ખાતે નગરપાલિકાના સેનેટરી ઈન્સ્પેકટરે આ દુકાનદાર સામે ફરિયાદ નોંધાવી હતી .જ્યારે આ પહેલા હોમગાર્ડ પછી મીડિયાકર્મી હવે નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર સાથે પણ અસભ્ય વર્તનના તમામ આરોપીઓ ચારથી પાંચ કલાકમાં જ પોલીસ સ્ટેશન માંથી છૂટી જતા હોય છે. ત્યારે હવે હાલની પરિસ્થિતિમા ફરજ બજાવતા સ્ટાફ સાથે કોઈ મોટી ઘટના બને તે પહેલા જિલ્લા કલેકટર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવે તે અત્યંત જરૂરી છે.

જીતેન્દ્રસિંહ રાઠોડ સેનેટરી ઈસ્પેકટર શહેરા

હું પોતાની ફરજના ભાગરૂપે લોકડાઉનનું ચુસ્ત પાલન થાય તે માટે મારી ટીમ સાથે નગર વિસ્તારમાં નીકળ્યો હતો ત્યારે એક કાપડના દુકાનદાર દ્વારા મને જાનથી મારી નાખવાની ધમકી સાથે અસભ્ય વર્તન કર્યું હતુ. જેને લઇને પોલીસ મથક ખાતે મેં ફરિયાદ નોંધાઇ હતી. તે દુકાનદાર માત્ર થોડા કલાકોમાં છુટી ગયો હતો .તે સામે જોઈએ તેટલી કાર્યવાહી ન થઈ હોવાથી હું નારાજ છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here