પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરતા વિરપ્પન ઝડપાયા…

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં ગેરકાયદેસર રીતે લાકડાની હેરાફેરી કરતા વિરપ્પનનાં નકલચીઓ સક્રિય બન્યા હોય તેમ લાગી રહ્યું છે

અમારા પ્રતિનિધિ થાકી મળતી માહિતી મુજબ શહેરા તાલુકામાં રાત્રીનો અંધકાર પ્રસરાતા અનેક ગેરકાયદેસર પ્રવુત્તિ કરનારા અસામાજિક તત્વો બેફામ બની જાય છે, જેમાં સૌથી વધુ પ્રકુતિની અણમોલ દેન કેહવાતા વૃક્ષોનું કટિંગ કરી પોતાની તિજોરી ભરનારા તત્વો સૌથી મોખરે જોવા મળતા હોય છે. ગત રોજ સુરજ આથમતાની સાથે જ અંધકારનો લાભ લઇ પોતાની મેલી મુરાદોને પાર પાડવા અમુક લાકડાચોર પોતાના વાહનોમાં ગેરકાયદેસર રીતેk લાકડા ભરી શહેરાનાં અણીયાદ રોટ વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન શહેરા વન વિભાગની ટીમ પણ પેટ્રોલિંગમાં હતી, વન વિભાગનાં કર્મચારીઓને લાકડા ભરેલ એક ટ્રક નજરે ચઢતા તેને રોકી તપાસ કરતા તેમાં પંચરાવ લાકડા ગેરકાયદેસર રીતે ભર્યા હોવાની જાણ થઇ હતી. ત્યારબાદ વન વિભાગનાં કર્મચારીઓએ ગેરકાયદેસર રીતે લાકડા ભરેલ એ ટ્રકને શહેરા વન વિભાગની કચેરીએ જમા લીધી હાની અને વાહનનાં ચાલક સહિત ઝડપી પાડેલ મુદામાલ પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here