પંચમહાલ જિલ્લા માટે રાહતભર્યો દિવસ-એક પણ નવો કેસ મળ્યો નથી 9 સેમ્પલોનો રિપોર્ટ નેગેટિવ રહ્યો…

ગોધરા,

પ્રતિનિધિ :- અનુજ સોની

કુલ કેસોની સંખ્યા 11 પર અને સક્રિય કેસોની સંખ્યા 9 પર સ્થિર

1231 વ્યક્તિઓએ ક્વોરેન્ટાઈનનો સમયગાળો પૂર્ણ કર્યો, 499 વ્યક્તિઓ હજી ક્વોરેન્ટાઈનમાં 8 વ્યક્તિઓ આઈસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશન હેઠળ

અત્યાર સુધી કુલ 117 સેમ્પલ લેવાયા 11 પોઝિટીવ, 70 નેગેટીવ રહ્યા

પંચમહાલ જિલ્લામાં કોવિડ-૧૯નો એક પણ નવો કેસ સામે ન આવતા આજનો દિવસ રાહતભર્યો રહ્યો હતો. આ ઉપરાંત જિલ્લામાંથી મોકલાયેલ 9 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જિલ્લાની 6 કોરોનાગ્રસ્ત વ્યક્તિઓ ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે અને 3 વ્યક્તિઓ વડોદરા ખાતે સારવાર લઈ રહ્યા છે. હાલની સ્થિતિએ આ તમામની તબિયત સ્થિર છે. કોવિડ-19ના કારણે જિલ્લાની બે વ્યક્તિઓના વડોદરા ગોત્રી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. જિલ્લામાંથી હાલની સ્થિતિએ કુલ 117 સેમ્પલ ચકાસણી અર્થે લેવામાં આવ્યા છે, જે પૈકી 11 રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે, 70ના રિપોર્ટ નેગેટીવ રહ્યા છે. કોવિડ-19 હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં કુલ 8 દર્દીઓ હાલમાં ઓબ્ઝર્વેશન હેઠળ છે. ગોધરાના કોરોના પ્રભાવિત ૭ વિસ્તારોના ૮૧૧ ઘરોના કુલ ૩૧૯૯ વ્યક્તિઓને ક્લસ્ટર ક્વોરેન્ટાઈન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here