પંચમહાલ જિલ્લા ખાણ-ખનીજ વિભાગનો સપાટો…છેલ્લા પાંચ દિવસમાં આઠ કેસ પકડી સાડા ચાર લાખ રૂપિયા દંડ વસુલ કરાયો…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

ભારત સરકારે છેલ્લા કેટલાય સમયથી ધરતીનું ધન કહેવાતી કુદરતી ઉપજ એવી રેતી તેમજ માટીની લીજ પ્રક્રિયાને ઓન લાઈન કરી દીધી છે જેના કારણે ખનીજ માફિયાગીરીને સમર્થન આપતા રાજકીય લાગવક અને લેતી-દેતીના દુષણનો અંત આવ્યો છે તેમજ ખનીજ બાબતની તમામ કાર્યપ્રણાલી ઓન લાઈન થતા સરકારી તિજોરીમાં પણ ભારે આવક વધી ગઈ છે પરંતુ ભ્રષ્ટાચારના ભોમિયા એવા અમુક રાજકીય નેતાઓ કે પછી નેતાઓના ચમચાઓ આજે પણ કુદરતની દેન એવી ખનીજ ઉપજોને પોતાના બાપની જાગીર સમજી ગયા હોય એમ ચોરી કરતા રહે છે અને જ્યારે કોઈ ખનીજ અધિકારી તેઓને ચોરી કરતા અટકાવે કે પછી ઝડપી પાડે ત્યારે તે ખનીજ અધિકારીના વિરૂદ્ધમાં ખોટા-ખોટા આક્ષેપો કરી કે પછી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાજકીય દબાણ લાવી દેશના કાયદાકીય સંચાલનનો સરેઆમ મજાક બનાવતો હોય છે. તેમછતાં દેશના અનેક જીલ્લાઓના નિષ્ઠાવાન ભૂસ્તર શાત્રીઓ પોતાની પવિત્ર ફરજ નિભાવવા દરેક પરિબળોનો સામનો કરી લેતા હોય છે અને દેશની તિજોરીમાં લુંટ કરતા ખનીજ ચોરોને કાયદાનો ભાન કરવાતા રહે છે જેમાં પંચમહાલ જીલ્લાના ભૂસ્તર શાસ્ત્રીની આવકાર દાયક કામગીરી હંમેશા ચર્ચામાં રહી છે.

મળતી માહિતી મુજબ પંચમહાલ જીલ્લા ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગ ગોધરાની ક્ષેત્રીય ટીમ દ્વારા તારીખ 15 જૂનથી 19 જૂન સુધી પંચમહાલ જિલ્લાના જુદાજુદા વિસ્તારમાંથી ખનીજ ચોરી અટકાવવા માટે અને અનઅધિકૃત ખનીજની હેરફેર રોકવા માટે સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમાં કુલ આઠ કેસ કરીને ૪.૫૩ લાખ રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી છે ચાલુ વર્ષના જૂન માસ દરમિયાન કુલ ૨૮ કેસ બિન અધિકૃત ખનિજ વહન,ખનન અંગેના પકડવામાં આવેલા જેમાં રૂ.૨૦.૪૧ લાખની દંડકીય વસુલાત કરવામાં આવી હતી ચાલુ નાણાકીય વર્ષમાં કુલ ૫૩ કેસ પકડવામાં આવેલ જેમાં કસૂરવારો પાસેથી રૂ.૪૪.૧૮ લાખની દંડકિય વસૂલાતો કરવામાં આવેલ છે. ગોધરાની ખાણ અને ખનીજની ક્ષેત્રીય ટીમ દ્વારા કોરોના વોરિયર તરીકેની જવાબદારી ઉપરાંત જ્યારે જ્યારે ફરિયાદો મળે છે ત્યારે અસરકારક ચેકિંગ કરી અનઅધિકૃત ખનનને અટકાવવા, ઝડપી પાડવા, સિઝ કરવા તથા પોલીસ ફરિયાદ કરવા જેવી કામગીરી કરવામાં આવે છે ત્યારે અધિકારીઓની નૈતિક હિંમત તોડવા માટે તેઓ ઉપર ખોટા આક્ષેપો અને ખોટી ફરિયાદો પણ ચોક્કસ પરિબળો દ્વારા કરવામાં આવી રહી છે તેમ છતાં તેઓ પોતાની વહીવટી કામગીરી કોઈપણ પ્રકારના દાબ દબાણ વગર નિભાવી રહ્યા છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here