પંચમહાલ જિલ્લામાં 128 રોજગારદાતાઓએ 23,215 શ્રમિકોને 42,53,500/-ની રકમ પગાર પેટે ચૂકવી

ગોધરા,

પ્રતિનિધિ :- સાદિક ચાંદા

લોકડાઉનના સમયગાળાનો પગાર કોઈ કપાત વગર ચૂકવ્યો

કોરોના વાયરસ સંક્રમણના ફેલાવાને રોકવા લોક ડાઉનમાં આવશ્યક સેવાઓ સિવાયના તમામ વ્યાપારી સંસ્થાનો, ઉદ્યોગો-રોજગાર બંધ રાખવાના નિર્દેશો આપવામાં આવ્યા છે. જો કે તેના પગલે શ્રમિકો, કર્મચારીઓને બિનજરૂરી આર્થિક હેરાનગતિ ન થાય તે હેતુસર સરકારે તમામ રોજગારીદાતાઓને શ્રમિકો, કર્મચારીઓને કોઈ કપાત વિના ચુકવણી કરવાનો આદેશ કર્યો છે. પંચમહાલ જિલ્લામાં પણ જિલ્લા કલેકટરશ્રીએ જાહેરનામુ બહાર પાડીને જિલ્લાના ઉદ્યોગોકારો અને નોકરીદાતાઓને લોકડાઉનના સમયગાળા દરમિયાન એકમ બંધ હોય તો પણ કર્મચારીઓને તે સમયનો પુરેપુરો પગાર ચૂકવવા હુકમ કર્યો છે. જિલ્લાની કંપનીઓએ પણ તેનો હકારાત્મક પ્રતિસાદ આપતા કર્મચારીઓનો પૂરો પગાર ચૂકવવા સંમતિ આપી છે અને મોટાભાગની કંપનીઓએ આ દિશામાં કામગીરી કરી પગારની ચૂકવણી કરી દીધી છે. અત્યાર સુધી 128 જેટલા સંસ્થાનોએ પોતાના 23,215 જેટલા શ્રમિકોને 42,53,500ની રકમ પગાર પેટે ચૂકવી હોવાનું જિલ્લા શ્રમઅધિકારીશ્રીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here