પંચમહાલ જિલ્લામાં સતત બીજા દિવસે કોઈ પોઝિટીવ કેસ નહીં…

ગોધરા,

કલમ કી સરકાર : સાજીદ શેખ

આજે વધુ 40 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરાયા, 11 સેમ્પલ લેવાયા…કુલ 493 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન

8 વ્યક્તિઓ આઈસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશન હેઠળ….કુલ 11 પોઝિટીવ કેસ, 9 સક્રિય કેસો

પંચમહાલ જિલ્લામાં આજે સતત બીજા દિવસે પણ કોવિડ-૧૯નો કોઈ પોઝિટીવ કેસ મળી આવ્યો નથી. જિલ્લાની કુલ 11 વ્યક્તિઓ કોરોના સંક્રમણનો ભોગ બની છે, જે પૈકી 2 વ્યક્તિઓનું સારવાર દરમિયાન અવસાન થયું છે. જ્યારે બાકીના 9 દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનાલક્ષી કામગીરીમાં આજે વધુ 40 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. ગોધરામાં સાત વિસ્તારોને કોવિડ-19 પ્રભાવિત વિસ્તાર તરીકે ઓળખ કરાઈ છે. આ વિસ્તારોના બફર ઝોનમાં આવેલા તમામ 30,858 ઘરોના 1,50,098 વ્યક્તિઓના સઘન સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ગોધરા ખાતે આવેલી કોવિડ-19 હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં કુલ 4 દર્દીઓ હાલમાં ઓબ્ઝર્વેશન હેઠળ છે, જ્યારે બાકીના 5 દર્દીઓ વડોદરા ખાતે સારવાર લઈ રહ્યા છે. ગોધરાના કોરોના પ્રભાવિત 7 વિસ્તારોના 811 ઘરોના કુલ 3199 વ્યક્તિઓને ક્લસ્ટર ક્વોરેન્ટાઈન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here