પંચમહાલ જિલ્લામાં યુનિવર્સિટીના સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોની વિવિધ પરીક્ષાઓ 25 મી જૂન, 2020થી યોજાશે…

ગોધરા,(પંચમહાલ)
સાદિક ચાંદા

પરીક્ષાઓના સમયપત્રક ટૂંક સમયમાં યુનિવર્સિટીની વેબસાઈટ www.sggu.ac.in પર જાહેર કરાશે

શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, ગોધરાના કુલ સચિવશ્રીના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકાર દ્વારા યુ.જી.સી.ની માર્ગદર્શિકા અનુસાર વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષા લેવા સંદર્ભે આપવામાં આવેલ સૂચનોને ધ્યાને લઈને યુનિવર્સિટી દ્વારા સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના બી.એ., બી.કોમ., બી.એસ.સી., એલ.એલ.બી.,બી.સી.એ.,બી.એસ.ડબલ્યુ. અભ્યાસક્રમની સેમેસ્ટર-6, બી.એડ., એમ.એ., એમ.એસ.સી.,એમ.એડ., એમ.એસ.ડબલ્યુ. અભ્યાસક્રમની સેમેસ્ટર-04 તથા એલ.એલ.એમ અભ્યાસક્રમની સેમેસ્ટર-2ની પરીક્ષાઓ આગામી તા.25/06/2020થી શરૂ થશે. આ પરીક્ષાઓના સમયપત્રક ટૂંક સમયમાં યુનિવર્સિટીની વેબસાઈટ www.sggu.ac.in પર જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત, અન્ય પરીક્ષાઓ અંગે રાજ્ય સરકારની સૂચના અનુસાર નિર્ણય લેવામાં આવશે તેમ યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here