પંચમહાલ જિલ્લામાં પૂર્ણા દિવસની ઉજવણી નિમિત્તે વંદે ગુજરાત-1 પર ઉજવણી કાર્યક્રમનું પ્રસારણ

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

પંચમહાલ મહિલા અને બાળ વિકાસ વિભાગ (આઈસીડીએસ)ની એક અખબારીયાદીમાં જણાવ્યા અનુસાર આગામી 23મી જૂન, 2020ના રોજ ટી.વી. ચેનલ વંદે ગુજરાત-1 પર પૂર્ણા દિવસની ઉજવણી નિમિત્તે કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે. જે નિહાળવા માટે 11 થી 14 વર્ષની કિશોરીઓ અને 15 થી 18 વર્ષની તરૂણીઓને અપીલ કરવામાં આવી છે. આજની કિશોરી આવતી કાલની (ભવિષ્યમાં) માતા (નારી) બનવાની છે. તંદુરસ્ત કિશોરી જ સ્વસ્થ બાળકને જન્મ આપશે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ નિમિત્તે એક સંદેશમાં જણાવાયું છે કે પ્રથમ કિશોરીની કાળજી લેવી જરૂરી હોઈ તેઓ પોતાનું સ્વાસ્થ્ય સાચવે તે માટે દર ત્રણ માસે સાચું વજન, ઉંચાઈ અને આ બંને કર્યા બાદ તેમનો બી.એમ.આઈ. (તંદુરસ્તીનો સ્તર) જાણી શકાય છે. તેના આધારે કિશોરીઓને સલાહ-માર્ગદર્શન આપીને નબળી કિશોરીઓની સ્થિતિમાં સુધારો લાવવાનું લક્ષ્ય છે. દર બુધવારે તેમને આર્યન ફોલિક એસિડની ગોળીઓ લેવા, આંગણવાડીમાંથી આપવામાં આવતો ટી.એચ.આર.નો જથ્થો-પૂર્ણાશક્તિના ચાર પેકેટ કે જેમાં ઘરમાં વપરાતી ચીજવસ્તુઓ વાપરી સારી વાનગી બનાવીને પણ લઈ શકાય છે. આ ઉપરાંત વિભાગ દ્વારા તેમને પોતાની અંગત સ્વચ્છતા વિશે પૂરેપૂરી જાણકારી આપી કિશોરીઓને સ્વનિર્ભર બનાવવા માટે જુદી-જુદી યોજનાઓનો લાભ લેવા તેમજ કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં જવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેઓ સિવણ, રસોઈ, ગૃહ ઉદ્યોગ, બ્યુટી પાર્લર, કોમ્પ્યુટર ક્લાસીસ વગેરે દ્વારા શિક્ષણ મેળવી સ્વનિર્ભર બનવા વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here