પંચમહાલ જિલ્લામાં પરત ફરેલા સ્થળાંતરિત શ્રમયોગીઓને મદદ પૂરી પાડવા હેલ્પ ડેસ્ક સેન્ટરનો પ્રારંભ…

ગોધરા,(પંચમહાલ)
સાદિક ચાંદા

લોકડાઉન સંદર્ભે શ્રમિકોની સ્થિતિના વિષયમાં સર્વોચ્ચ અદાલત દ્વારા અપાયેલ સૂચના અનુસાર પંચમહાલ જિલ્લામાં મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, ગોધરા ખાતે હેલ્પ ડેસ્કનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનો હેતુ ગુજરાતના વતની હોઈ તેવા અન્ય રાજ્યોમાંથી પરત ફરેલા સ્થળાંતરિત શ્રમયોગીઓને લાભકારક હોઈ તેવી સરકારની તમામ યોજનાઓ, રોજગારની તકો અને રોજગાર સંબંધિત જાણકારી મળી રહે તે સુનિશ્ચિત કરવાનો તેમજ જિલ્લામાં પરત ફરેલા સ્થળાંતરિત શ્રમયોગીઓ પૈકી જે શ્રમયોગીઓ તેમના રોજગારની સ્થળે પાછા જવા માંગતા હોય તેમને જરૂરી મદદ પૂરી પાડવાનો છે. આવા કોઈપણ શ્રમયોગીઓએ આ પૈકીની કોઈ પણ મદદ માટે સવારે 11.00 કલાકથી સાંજના 06.00 કલાક દરમિયાન ફોન નંબર- 02672- 240003 પર સંપર્ક કરવાનો રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here