પંચમહાલ જિલ્લામાં નેશનલ યુથ એવોર્ડ માટે નોમિનેશન્સ નોંધાવા અરજી કરવી 15 થી 29 વર્ષના યુવાઓ અને સેવાભાવી સંસ્થાઓ 26 મી જૂન સુધી અરજી કરી શકશે

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

પંચમહાલ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીના જણાવ્યા અનુસાર જિલ્લામાં રાષ્ટ્ર વિકાસની પ્રવૃતિ અને સામાજિક સેવાઓ સાથે સંકળાયેલ વ્યક્તિ કે સંસ્થાઓને નેશનલ યુથ એવોર્ડ આપવાની યોજના હેઠળ નોમિનેશન મંગાવવામાં આવ્યા છે. ભારત સરકાર દ્વારા 15 થી 29 વર્ષની વય મર્યાદા તથા ભારતની નાગરિકતા ધરાવતા યુવાઓ અને સેવાભાવી સંસ્થાઓને સરકારની સ્વાસ્થ્ય, શોધ અને નવીનીકરણ, સાંસ્કૃતિક વારસો, માનવ અધિકારનો પ્રચાર, કલા અને સાહિત્ય, પ્રવાસન, પરંપરાગત ઔષધિઓ, સક્રિય નાગરિકતા, સમાજ સેવા, રમત-ગમત તથા સ્માર્ટ શિક્ષણ પ્રવૃતિઓ માટે નોંધપાત્ર અને નક્કર યોગદાન બદલ નેશનલ યુથ એવોર્ડ આપવાની યોજના અમલમાં છે. જે માટે તા. 27 મે થી તા.26 જૂન સુધીમાં MyGov Portalની લિંક ઉપર નોમિનેશન મંગાવવામાં આવ્યા છે. યાદીમાં જણાવ્યા અનુસાર પંચમહાલ જિલ્લામાં આવી પ્રવૃતિ સાથે સંકળાયેલ યુવાઓ તથા સેવાભાવી સંસ્થાઓએ એવોર્ડ માટે જિલ્લા રમત-ગમત કચેરી, સેવાસદન-2, રૂમ નં.-35 ખાતે તા. 18/06/2020 બપોરના 15.00 કલાક સુધીમાં અરજી કરવાની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here