પંચમહાલ જિલ્લામાં કોવિડ-19ના કુલ કેસનો આંક 22 કુલ 20 કેસ સક્રિય, આજે કોઈ નવો કેસ નોંધાયો નથી….

ગોધરા,

કલમ કી સરકાર :- સાજીદ શેખ

હાલોલનો લીમડી ફળિયા વિસ્તાર જિલ્લાનો 10મો કોરોના પ્રભાવિત વિસ્તાર

જિલ્લાની 598 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન હેઠળ, 11 વ્યક્તિઓ કોવિડ-19ના આઈસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશન હેઠળ

પંચમહાલ જિલ્લામાં ગઈ કાલે રાત્રે કોવિડ-19ના બે વધુ કેસો ડિટેક્ટ થતા કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 22 થવા પામી છે. જિલ્લામાં કુલ 20 સક્રિય કેસો છે. ગોધરા શહેરના શહેરા ભાગોળ વિસ્તારના 45 વર્ષીય પુરૂષ અને હાલોલના લીમડી ફળિયાના 55 વર્ષીય પુરૂષનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. જિલ્લામાંથી તપાસ અર્થે કુલ 239 સેમ્પલ મોકલવામાં આવ્યા છે, જે પૈકી 22 પોઝિટીવ અને 152 નેગેટીવ આવ્યા છે. 27 સેમ્પલ રીપીટ સેમ્પલ હતા. અત્યાર સુધી ગોધરા શહેરમાંથી કુલ 21 વ્યક્તિઓનો અને જિલ્લાના કુલ 22 વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. જે પૈકી 12 ગોધરા સિવિલ ખાતેની કોવિડ-19 હોસ્પિટલમાં, 6 વ્યક્તિઓ વડોદરાની ગોત્રી હોસ્પિટલ અને 2 વ્યક્તિઓ વડોદરાની ટ્રાયકલર હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહી છે. 11 વ્યક્તિઓ કોવિડ-19 હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશન હેઠળ છે.
હાલની સ્થિતિએ જિલ્લામાં હોમ ક્વોરેન્ટાઈન કરાયેલા લોકોની સંખ્યા 2017 છે, જે પૈકી 1419 વ્યક્તિઓનો ક્વોરેન્ટાઈન સમયગાળો પૂર્ણ થયો છે જ્યારે 598 વ્યક્તિઓનો ક્વોરેન્ટાઈન સમયગાળો ચાલુ છે. કોરોના પોઝિટીવ દર્દીઓના સંપર્કમાં આવેલ વધુ 96 વ્યક્તિઓને આજે ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. તાજેતરમાં કોરોના પોઝિટીવ કેસ મળવાના કારણે કોરોનાગ્રસ્ત બનેલા પોલન બજાર વિસ્તારના 79 ઘરોના 332 લોકોને, ખાડી ફળિયાના 176 ઘરોના 742 લોકોને તેમજ લિમડી ફળિયાના 165 ઘરોના 860 લોકોને કલસ્ટર ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ વિસ્તારોના 2 કિમીના બફર ઝોનમાં આવતા 4,551 ઘરોના કુલ 29,295 રહીશોનો સઘન સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here