પંચમહાલ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસો મળવાને પરિણામે ત્રણ નવા વિસ્તારો કન્ટેઇન્મેન્ટ એરિયા જાહેર કરાયા…

ગોધરા,(પંચમહાલ)
અનુજ સોની

પંચમહાલ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા ધી એપિડેમિક ડિસીઝ એક્ટ 1897ની કલમ-2 અન્વયે મળેલ અધિકારની રૂએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-30 તથા કલમ-34 હેઠળ હાલોલમાં સ્ટેશન રોડના 15 ધરોની 28 વ્યક્તિઓની વસ્તીને અને વૃંદાવન-બી- સોસાયટીના 21 મકાનોની 72 વ્યક્તિઓની વસ્તીને, મોરવા (હ) તાલુકાના સાલિયા (સંતરોડ)માં ઈન્દિરા કોલોની (ઈન્દ્રલોક સોસાયટી)માં આવેલ 18 મકાનોની 102 વ્યક્તિઓની વસ્તી ધરાવતા વિસ્તારને કોવિડ-19 કન્ટેઈન્મેન્ટ વિસ્તારો તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
કન્ટેઈન્મેન્ટ એરિયામાં આવતા તમામ રહીશોએ આ વિસ્તારોના જાહેર ફળિયા કે સ્થળોએ બિનજરૂરી અવરજવર કરવી નહિ તેમજ જાહેર સ્થળોએ ફરજિયાતપણે માસ્ક પહેરવાનો રહેશે અથવા તો મોઢું અને નાક વ્યવસ્થિત રીતે કાપડથી ઢાંકવાના રહેશે. આ તમામ રહીશોના સંબંધિત ઈન્સીડન્ટ કમાન્ડર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી અને તેમના દ્વારા અધિકૃત કરેલા અધિકારીની પૂર્વ મંજૂરી વિના કન્ટેન્મેન્ટ એરિયાની બહાર નિકળવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામું આગામી હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-188 તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51 થી 58 ની જોગવાઈઓ અનુસાર શિક્ષાને પાત્ર ઠરશે. આ હુકમ સરકારી ફરજ, કામગીરી અને સરકારી-અર્ધ સરકારી એજન્સી, સરકારી- પ્રાઇવેટ દવાખાના સ્ટાફ તથા ઇમરજન્સી સેવા સાથે સંકળાયેલ વ્યક્તિઓને કે જેમને અનુમતિ અપાયેલી છે તેમને લાગુ પડશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here