પંચમહાલ જિલ્લામાં કોરોના પ્રભાવિત વિસ્તારોની સંખ્યા 26 પર પહોંચી…

ગોધરા,(પંચમહાલ)
પ્રતિનિધિ :- સાદિક ચાંદા

જિલ્લામાં 2060 વ્યક્તિઓએ ક્વોરેન્ટાઈનનો સમયગાળો પૂર્ણ કર્યો,1298 વ્યક્તિઓ હજી પણ ક્વોરેન્ટાઈન હેઠળ

પંચમહાલ જિલ્લામાં કોવિડ-19 સંક્રમણને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સઘન પગલા લેવામાં આવી રહ્યા છે. ગોધરા નગરપાલિકા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં કેસો મળી આવતા સમગ્ર નગરપાલિકા વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ગોધરામાં નવા વિસ્તારમાંથી પોઝિટીવ કેસો મળવાના પરિણામે કોરોના પ્રભાવિત વિસ્તારોની સંખ્યા 26 થવા પામી છે. ગોધરામાં ગુહ્યા મોહલ્લા, હોકલાની વાડી, પોલિસ ચોકી નંબર-7 અને હાલોલનો કસ્બા વિસ્તાર નવા કોરોના પ્રભાવિત વિસ્તાર બન્યા છે. જિલ્લામાં 3358 વ્યક્તિઓને અત્યાર સુધી ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 2060 વ્યક્તિઓએ ક્વોરેન્ટાઈનનો સમય પૂર્ણ કર્યો છે, જ્યારે 1298 વ્યક્તિઓનો ક્વોરેન્ટાઈન સમયગાળો હજી ચાલુ છે. જિલ્લામાં અત્યાર સુધી 1431 સેમ્પલ લેવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here