પંચમહાલ જિલ્લામાં આવશ્યક સેવાઓની આપૂર્તિ સાથે સંકળાયેલ પાસના દુરૂપયોગ સામે જિલ્લા કલેક્ટરશ્રીની લાલ આંખ

ગોધરા,

પ્રતિનિધિ :- અનુજ સોની

પાસ રદ કરી દુરૂપયોગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવા ઈન્સીડન્ટ કમાન્ડરશ્રીઓને હુકમ કર્યો

પાસમાં નિર્દિષ્ટ સમય, તારીખ, વિસ્તાર અને વાહન સિવાયના ઉપયોગને દુરૂપયોગ ગણવામાં આવશે

નોવેલ કોરોના વાયરસ સંક્રમણના ફેલાવાને રોકવા દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉન દરમિયાન ભારત સરકારના ગૃહમંત્રાલયના આદેશથી આપેલ સૂચના અન્વયે સંબંધિત સબડિવીઝનલ મેજિસ્ટ્રેટશ્રીઓને તેમના કાર્યક્ષેત્રમાં ઈન્સીડન્ટ કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઈન્સીડન્ટ કમાન્ડરશ્રીઓ દ્વારા તેમના કાર્યક્ષેત્રમાં આવશ્યક સેવાઓ પૂરી પાડતા કે આવશ્યક વસ્તુઓના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન અને વિતરણ કરવા માટેના પાસ ઈશ્યુ કરવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લામાં કેટલાક લોકો આ પાસનો દુરૂપયોગ કરી ઘર બહાર નીકળી લોકડાઉનનો ભંગ કરતા હોવાનું જણાયું છે. જેથી જિલ્લા કલેક્ટર અને ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ શ્રી અમિત અરોરા દ્વારા જિલ્લાના ઈન્સીડન્ટ કમાન્ડરશ્રીઓને પાસનો દુરુપયોગ કરી લોકડાઉનનો ભંગ કરતા વ્યક્તિનો પાસ તાત્કાલિક અસરથી રદ કરી ભારતીય દંડ સંહિતાની કલમ-188 તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005ની જોગવાઈઓ મુજબ ફરિયાદ દાખલ કરી કાયદેરસરની કાર્યવાહી હાથ ધરવા હુકમ કરવામાં આવ્યો છે. ઈશ્યુ કરેલ પાસમાં દર્શાવેલ સમય, તારીખ, વાહન તેમજ નિર્દિષ્ટ વિસ્તાર સિવાય પાસધારકો પાસનો ઉપયોગ કરતા મળી આવે તો તેને પાસનો દુરૂપયોગ કરેલ ગણવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here