પંચમહાલ જિલ્લામાં આવતીકાલથી ૨.૨૩ લાખ NFSA અને NON-NFSA બી.પી.એલ. રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજનું વિતરણ…

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

અનાજના વિતરણ દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવા સહિતની કાળજીઓ લેવા જિલ્લા કલેકટરશ્રીની અપીલ

વિતરણ અગાઉ સાતેય તાલુકાના લાભાર્થીઓને મળવાપાત્ર કુલ જથ્થાની માહિતી આપતી સ્લીપો પહોંચાડી

વિતરણ કે જથ્થાને લગતી ફરિયાદ માટે હેલ્પલાઇન ૦૨૬૭૨-૧૦૭૭ પર સંપર્ક કરવો

કોરોના મહામારી અંતર્ગત લોકડાઉન બાદની પ્રવર્તમાન પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ પરિવારો અનાજ પુરવઠાથી વંચિત ન રહે તે માટે તા.૧૫ થી ૨૪ મી જૂન સુધી પંચમહાલ જિલ્લામાં NFSA તથા Non NFSA BPL કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવશે. જિલ્લાના અંદાજે ૨.૨૩ લાખ NFSA તથા Non NFSA BPL કાર્ડધારકોને જૂન મહિનાનું નિયમિત વિતરણ તથા ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ અંર્તગત વિતરણ એમ બન્ને પ્રકારનું નિ:શુલ્ક અનાજ વિતરણ એક સાથે કરવામાં આવશે. આવતીકાલથી શરૂ થનારા આ વિતરણ અગાઉ અનાજ વિતરણની વ્યવસ્થાના સરળીકરણના ભાગરૂપે આ વખતે જીલ્લાના તમામ ૨.૨૩ લાખ એનએફએસએ અને નોન-એનએફએસએ બીપીએલ રેશનકાર્ડ ધારક લાભાર્થીઓને તેમને મળવાપાત્ર અનાજના કુલ જથ્થાની વિગત દર્શાવતી સ્લીપોનું ઘેર-ઘેર વિતરણ કરવામાં આવ્યું છે. જિલ્લામાં મે-૨૦૨૦ની સ્થિતિએ ૨,૧૩,૧૭૫ એનએફએસએ રેશનકાર્ડ ધારકો તેમ જ ૯૪૦૨ નોન-એનએફએસએ બીપીએલ રેશનકાર્ડ ધારકો છે. જિલ્લાના ૧૧ લાખથી વધુ લાભાર્થીઓ આ વિતરણનો લાભ મલેવે છે ત્યારે કલેકટરશ્રી અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા નોવેલ કોરોના વાયરસના સંક્રમણના ભયને ધ્યાનમાં રાખીને જિલ્લાની ૪૭૬ સસ્તા અનાજની દુકાનો પરથી વિતરણનું સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને જથ્થો મેળવતા સમયે માસ્ક પહેરવુ, સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું ચૂસ્તપણે પાલન તેમજ આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરવા કલેકટરશ્રીએ અપીલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here