પંચમહાલ જિલ્લાના ૮૧,૦૨૭ નોન એન.એફ.એસ.એ APL-1 કાર્ડધારકોને આવતીકાલથી વિનામૂલ્યે અનાજ વિતરણનો પ્રારંભ થશે..

ગોધરા,

પ્રતિનિધિ :- ઈશ્હાક રાંટા

અનાજના વિતરણ દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે તબક્કાવાર રીતે વાજબી ભાવની દુકાનેથી અનાજના જથ્થાનું વિતરણ કરાશે

રેશનકાર્ડ નંબરના છેલ્લા અંક પ્રમાણે તારીખવાર રાશન વિતરણની વ્યવસ્થા કરાઈ

રાજ્ય સરકારશ્રીની સુચનાનુસાર પંચમહાલ જિલ્લા કલેક્ટર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા જિલ્લાના કુલ ૮૧,૦૨૭ નોન એન.એફ.એસ.એ APL-1 કાર્ડધારકોને તા.૧૩ થી તા.૧૭મી એપ્રિલ દરમિયાન વાજબી ભાવની દુકાનો પરથી રેશનકાર્ડ દીઠ ૧૦ કિ.ગ્રા. ઘઉં, ૦૩ કિ.ગ્રા. ચોખા, ૦૧ કિ.ગ્રા.ખાંડ તથા ૦૧ કિ.ગ્રા. ચણા/ચણાદાળનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. જેનો લાભ જિલ્લાના ૩,૯૯,૨૫૫ લાભાર્થીઓને મળી શકશે.
જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું કે કોરોના વાઈરસની પ્રવર્તમાન સ્થિતિમાં અનાજના વિતરણ દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે અને ભીડભાડ ન થાય તે માટે નોન એન.એફ.એસ.એ. APL-1 રેશનકાર્ડ ધારકો તબક્કાવાર રીતે વાજબી ભાવની દુકાનેથી અનાજનો જથ્થો મેળવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

આ વિતરણ વ્યવસ્થા હેઠળ જે રેશનકાર્ડ ધારકોના રેશનકાર્ડનો (બુકલેટનો નહિ)છેલ્લો અંક ૧ અને ૨ છે, તેમને તા. ૧૩ એપ્રિલ,૨૦૨૦, રેશનકાર્ડનો છેલ્લો અંક ૩ અને ૪ હોય તેમને તા. ૧૪ એપ્રિલ-ર૦ર૦, પ અને ૬ છેલ્લા અંક હોય તેમને તા. ૧પ એપ્રિલ, ૭ અને ૮ છેલ્લા અંક હોય તેમને તા. ૧૬ એપ્રિલ તેમજ છેલ્લો અંક ૯ અને ૦ હોય તેવા રેશનકાર્ડધારકને તા. ૧૭ એપ્રિલના રોજ નિ:શુલ્ક અનાજ વિતરણ કરવામાં આવશે. અનિવાર્ય સંજોગોમાં જો તેઓ પોતાના નિર્ધારિત દિવસે મેળવી શકતા નથી તો તેઓએ પછીના અન્ય દિવસે નહીં પણ સીધા જ ૧૮ એપ્રિલના દિવસે જ આપવામાં આવશે. અનિવાર્ય સંજોગોસર તા. ૧૩ થી ૧૭ એપ્રિલ દરમ્યાન અનાજ લેવા ન આવી શકનારા APL-1 લાભાર્થી તા. ૧૮ એપ્રિલે અનાજ મેળવી શકશે. રેશનકાર્ડ ધારકોએ રેશન કાર્ડ અને ઓરિજનલ આધાર કાર્ડ અને બોલપેન પણ સાથે લઇ જવાના રહેશે. રેશન કાર્ડમાં ફરજીયાત નોંધ કરાવવી અને ત્યાં રાખેલ રજીસ્ટરમાં સહી અથવા અંગૂઠાનું નિશાન કરવાનું રહેશે.અનાજ મેળવવા માટે એક જ વ્યક્તિએ આવવું. જિલ્લા કલેક્ટરશ્રીએ જથ્થો મેળવતા સમયે કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું ચૂસ્તપણે પાલન કરવા લાભાર્થીઓને અપીલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here