પંચમહાલ જિલ્લાના કોરોના વોરિયર્સની મહેનત રંગ લાવી…નવા 7 સહિત કુલ 33 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ઘરે પાછા ફર્યા…

ગોધરા,(પંચમહાલ)
પ્રતિનિધિ :- ઈશ્હાક રાંટા

પંચમહાલ જિલ્લામાં કોરોના સામેના જંગમાં એક પછી એક સફળતા મળી રહી છે. જિલ્લાના વધુ 7 દર્દીઓ કોરોનાને હરાવી સાજા થવા પામ્યા છે. અત્યાર સુધી કુલ 33 વ્યક્તિઓ સારવારની મદદથી આ મહામારીને માત આપવામાં સફળ રહ્યા છે. ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાર સુધી દાખલ કુલ 41 દર્દીઓ પૈકી 22 કોરોના સંક્રમણથી મુક્ત થયા છે.

સાજા થયેલા નવા સાત દર્દીઓ

(1)પિંકેશભાઈ રાજાઈ (20 વર્ષ)
(2)ખુશીબેન રાજાઈ (20 વર્ષ)
(3)ડો. રવિ મકવાણા (30 વર્ષ)
(4)ડો. જૈમિન જોષી (41 વર્ષ)
(5) ફારૂખજી ધંત્યા (55 વર્ષ)
(6)યુનુસભાઈ મન્સૂરી (51 વર્ષ)
(7) ગણપતભાઈ ડબગર (50 વર્ષ)

લોક ડાઉન સંદર્ભે પોલિસની કામગીરી

લોક ડાઉનનું ચુસ્ત પાલન કરાવી સંક્રમણનો શક્ય તેટલો ઓછો ફેલાવો થાય તે સુનિશ્ચિત કરવા પંચમહાલ જિલ્લા પોલિસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં અત્યાર સુધી લોક ડાઉન ભંગ બદલ કુલ 1942 અને ફેક ન્યુઝ ફેલાવવા બદલ 4 અને હોમ ક્વોરેન્ટાઈનના ભંગના ગુના બદલ 02 એફ.આઈ.આર. થઈ છે. આ ઉપરાંત, ડ્રોન કેમેરાના સર્વેલન્સથી કુલ 134 એફ.આઈ.આર. નોંધાઈ છે. લોક ડાઉન અંતર્ગત કુલ 6502 વાહનોને ડિટેઈન કરવામાં આવ્યા છે. જિલ્લામાં લોક ડાઉનના ભંગ બદલ રૂ.5,71,600/-નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here